પરિણીતા પર સાસરીયાઓનો ત્રાસ:ભાલેજમાં પિયરમાંથી નાણા લાવવા પરિણીતાને ત્રાસ આપ્યો, પોલીસે પતિ સહિત સાસરિયા સામે ગુનો નોંધ્યો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે રહેતી પરિણીતાને તેના પિયરમાંથી રૂ.50 હજાર લાવવા સાસરિયાએ ત્રાસ આપ્યો હતો. આ અંગે પરિણીતાએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાલેજ ગામે રહેતા શખ્સના લગ્ન એક યુવતી સાથે થયાં હતાં. આ લગ્ન જીવન શરૂઆતમાં સારૂ રીતે ચાલ્યું હતું. બાદમાં 22મી નવેમ્બર,22થી પરિણીતાને ત્રાસ આપવા લાગ્યાં હતાં. યુવતીના પતિ ગમેતેમ બોલી મારઝુડ કરતાં હતાં અને પિયરમાંથી રૂ.50 હજાર લઇ આવવા માટે પરિણીતાને અવાર નવાર દબાણ કરતાં હતાં. આ ઉપરાંત યુવતીના સાસરિયા પણ ઠપકો આપી છુટાછેડા આપવા ઉશ્કેરણી કરતાં હતાં. આખરે આ ત્રાસથી કંટાળી પરિણીતા પિયર જતાં રહ્યાં હતાં. જોકે, તેમને બાળકો ન આપતા તેઓ ફરી સાસરિમાં બાળકોનો કબજો માંગતા તેમને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે સાસરીયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...