ક્રાઇમ:ભાલેજમાં નજીવી બાબતે એક જ કોમના બે ટોળાં બાખડ્યા

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાન આગળ બાઈક ઊભું રાખવા બોલાચાલી

આણંદ પાસેના ભાલેજ મદની કોલોનીમાં 22 વર્ષીય સાકીરઅલી યુસુફઅલી સૈયદ રહે છે. તેઓ પશુપાલનનો વ્યવસાય કરે છે. શનિવારે સવારે તેઓ દુધ ભરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતા મટન લેવાનું હોય કસાઈવાડા પાસે એક દુકાન આગળ તેમણે બાઈક પાર્ક કર્યું હતું. દરમિયાન, એ સમયે નજીકમાંથી એઝાઝ ગુલામ કુરેશી, સાજીદ સાબીરોદીન કુરેશી, ઈકબાલ સાબીરોદીન કુરેશી અને મુસ્તકીમ ઉર્ફે બાટલી મહેબુબ કુરેશી અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને અહીં રસ્તામાં કેમ બાઈક મૂક્યું તેમ કહી અપશબ્દ બોલ્યા હતા. જોકે, સાકીરઅલી કંઈ બોલે તે પહેલાં જ તેમણે તેનું બાઈક નીચે પાડી દીધું હતું અને ફેંટો મારી હતી. બીજી તરફ એજાજ અને મુસ્તકીમે પણ તેમને માર માર્યો હતો. ત્યાં એકઠાં થયેલા ટોળાએ સાકીરઅલીને છોડાવ્યો હતો.

પોલીસે આ બનાવ અંગે સાકીરઅલીની ફરિયાદના આધારે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. એ જ રીતે બીજી તરફ 35 વર્ષીય સાજીદ સાબીરભાઈ કુરેશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાકીરઅલી યુસુફઅલી સૈયદ તેમના ફળિયામાં શાક લેવા આવ્યો હતો. તેણે રસ્તા ઉપર બાઈક પાર્ક કર્યું હતું. એટલે સાજીદભાઈએ તેને કહ્યું હતું તમે બાઈક રસ્તા વચ્ચે ખોટુ ઉભું રાખ્યું છે. તેણે અપશબ્દ બોલી મારામારી શરૂ કરી હતી. તેણે ફોન કરીને તેના પિતા યુસુફઅલી, ભાઈ સાકીરઅલી અને મહેબુબને બોલાવી દીધા હતા અને તેમણે મારામારી કરી હતી. આ મામલે પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...