તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભાદરણ ગામમાં યુવકને માર મારીને હાથ-પગ ભાંગી નાખ્યા

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રાંટના નાણાંના દુર ઉપયોગની અરજી કરી હતી

બોરસદ તાલુકાના ભાદરણ ગામના વણકરવાસમાં ગ્રાન્ટના નાણાંથી આવેલા પંપ ફળિયાની જગ્યાએ પોતાની જગ્યામાં બેસાડનાર તાલુકા પંચાયતના સભ્યના ભાઈએ રજુઆતો થયા બાદ અરજી કરનાર સાથે ઝઘડો કરી તેમના હાથ અને પગમાં લાકડીઓ મારી ફ્રેકચર કરી દીધું હતું. જે અંગે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે.ભાદરણ વણકરવાસમાં નરસિંહભાઈ મકવાણા રહે છે. તાલુકા પંચાયતના સભ્ય તરીકે તેમના ફળિયામાં રહેતા જશભાઈ પરમાર ફરજ બજાવે છે. તાલુકા પંચાયતની જેટ પંપ માટેની ગ્રાન્ટ ભાદરણ વણકરવાસ માટે મંજુર થઈ હતી.

જાેકે જશભાઈએ આ જેટ પંપ પોતાના ખેતરમાં બેસાડી દીધો હતો. જેના કારણે વણકરવાસમાં રહેતા નરસિંહભાઈ મકવાણાએ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં જશભાઈ પરમાર વિરુદ્ધ અરજી કરી તપાસની માંગ કરી હતી. જેની જાણ જશભાઈના ભાઈ કીરીટ અંબાલાલ પરમારને થતા તેમણે ગઈકાલે સવારે 9વાગે નરસિંહ મકવાણા સાથે ઝઘડો કર્યો હતો. અને લાકડાનો દંડો લઈ નરસિંહભાઈને ડાબા અને જમણા હાથના બાવડા તથા જમણા પગ ઉપર માર્યું હતું. જેના કારણે તેમને ડાબા હાથ અને જમણા પગે ફ્રેકચર થઈ ગયું હતું. જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો