અકસ્માત:ભાદરણમાં બાઈક ચાલકે વૃદ્ધને હડફેટે લેતા મોત, ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું

ભાદરણમાં બાઈક ચાલકે વૃદ્ધને હડફેટે લીધા હતા. જેથી તેનું મોત થયું હતું. ભાદરણમાં રહેતા 65 વર્ષિય વૃદ્ધ સીરાજભાઈ બેકરી સામે રોડ પર ઉભા હતાં. આ સમયે પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ભાદરણ પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

ભાદરણ ગામે રહેતા હરેશભાઇ મણીભાઈ પટેલ (ઉ.વ.65) 14મી જાન્યુઆરીના રોજ બપોરે બેકરી સામે રોડ પર ઉભા હતા. તે સમયે પુરપાટ ઝડપે ધસી આવેલા બાઇકના ચાલકે હરેશભાઈને હડફેટે લીધા હતાં. જેના કારણે તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બીજી તરફ અકસ્માત સર્જનાર બાઇક ચાલક પણ ઘાયલ અવસ્થામાં ત્યાં જ પડ્યો હતો. જેની પુછપરછ કરતાં તે ઉમેશ મોહન ઝાલા મકવાણા (રહે.પીપળી) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તે રાજાપાઠમાં પણ હતો.

હરેશભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. આ અંગે ભાદરણ પોલીસે બાઇક ચાલક ઉમેશ મોહન ઝાલા મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...