• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Bechri Village Of Umreth, The Marriage Broke Down After 22 Years Of Not Having A Son, The Husband Kicked The Wife Out Of The House

ફરિયાદ:ઉમરેઠના બેચરી ગામે પુત્ર પ્રાપ્તિ ન થતા 22 વર્ષે લગ્નમાં ભંગાણ પડયું, પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિકરીનો જન્મ થતાં પતિએ ઘરખર્ચ પણ આપવાનું બંધ કર્યુ

વિજ્ઞાનનો વિકાસ થતા અને તે અંગે માનવ સમજ ઉભી થતા સમાજ જીવન આધુનિક થઈ રહ્યુ છે. સમાજના કુરિવાજો અને પુત્ર મોહ હજુ અનેક કુટુંબમાં નિર્દોષ સ્ત્રીઓનો ભોગ લઈ રહ્યુ છે. ઉમરેઠ તાલુકાના બેચરી ગામે રહેતા શખ્સને 22 વર્ષના લગ્ન જીવનમાં ત્રણ દિકરીનો જન્મ થયા બાદ તેણે પત્નીને તુ પુત્રનો જન્મ કેમ આપતી નથી? તેમ કહી મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નના 22 વર્ષ બાદ પણ પતિ પુત્ર પ્રાપ્તિ માટે પત્નીને પ્રેમ કરતો હોય અને તે સિવાય કોઈ જ લાગણી તેનામાં ન હોય તેવો કિસ્સો ઉમરેઠ તાલુકામાં બન્યો છે. પુત્ર પ્રાપ્તિ ન થતા પતિએ પત્નિ ને ઘરમાંથી કાઢી મુકવાનો ચર્ચાસ્પદ કિસ્સો ઉમરેઠ પંથકને ધમરોળી રહ્યો છે. ઉમરેઠના બેચરી ગામે રહેતી મહિલાના લગ્ન 22 વર્ષ પહેલા સલીમખાન કેસરખાન પઠાણ સાથે થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન તેમને ત્રણ દિકરીનો જન્મ પણ થયો હતો.

છેલ્લા કેટલાક વર્ષથી સલીમખાનનું વર્તન બદલાઇ ગયું હતું. અવાર નવાર દિકરો કેમ જન્મ થતો નથી ? તેમ કહીને મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતાં હતાં. દરમિયાનમાં 8મી એપ્રિલ,21ના રોજ સલીમખાને ઉશ્કેરાઇને પરિણીતાને તને દિકરો થતો નથી, જેથી મારે તને રાખવી નથી. તુ તારા મા-બાપના ઘરે જતી રહે તેમ કહી બાપે કશુ આપેલ નથી. મારઝુડ કરી હતી. આ ઉપરાંત ઘરખર્ચ પણ આપતો નહતો. આખરે કંટાળી પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે પતિ સલીમખાન પઠાણ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...