ભ્રષ્ટાચારનો આક્ષેપ:બદલપુરમાં ચાર માસ અગાઉ 1.20 લાખના ખર્ચે તૈયાર કરાયેલું ગરનાળું વરસાદમાં ધોવાયું

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરનાળાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ

બોરસદના બદલપુર ગામેથી પકલીપુરાને જોડતા માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા 1.20 લાખના ખર્ચે ચાર માસ અગાઉ ગરનાળુ બનાવ્યું હતું. પરંતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં ગરનાળાની દિવાલ ધરાશય થઇ ગઇ હતી. જેથી ગ્રામજનોએ ગરનાળામાં જે તે વખતે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરીને ગરનાળુ તૈયાર કર્યું હોવાના આક્ષેપ કર્યા હતાં. જે તે વખતે પંચાયત દ્વારા તકેદારી રાખ્યા વિના જ કોન્ટ્રાક્ટરને સર્ટી આપી દીધું હોવાના આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યાં છે.

બોરસદના બદલપુર ગામે પકલીપુરાને જોડતા માર્ગ પર ચોમાસમાં પાણી ના ભરાય તેમજ લોકોને અવરજવર કરવામાં સરળતા રહે તે માટે 2019-20ની 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ગરનાળુ બનાવવા માટે રૂા 1.20 લાખની ગ્રાન્ટ મંજૂર થઇ હતી. જેનું કામ ચાર માસ અગાઉ પૂર્ણ થયું હતું.

જે તે વખતે કોન્ટ્રાક્ટર દ્વાર હલકી ગુણવત્તા વાળો માલસમાન વાપરીને નીચે ક્રોકીટ કામ કર્યા સિવાય ઇંટોની દિવાલ બનાવીને ગરનાળુ બનાવ્યું હતું. તેમ છતાં પંચાયતના સરપંચ દ્વારા કોઇ જ તકેદારી રાખવામાં આવી ન હતી. તેમજ કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કર્યાનું સર્ટી આપી દીધુ હોવાના આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યાં હતાં. આમ પંચાયતની બેદરકારીને કારણે સરકારે જનતાના હિતમાં આપેલી ગ્રાન્ટના નાણાંનો વેડફાટ થયો હોવાનો આક્ષેપ ગ્રામજનો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...