• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anklavadi Village Of Anand, A Fight Broke Out With A Person Living In The Neighborhood And The Glass Of The Rickshaw Was Broken.

મારામારી:આણંદના આંકલાવડી ગામે પડોશમાં રહેતા શખ્સ સાથે થયેલી બોલાચાલીમાં મારામારી, રિક્ષાના કાચ તોડી નાંખ્યાં

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસદ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદના આંકલાવડી ગામે પડોશમાં રહેતા શખ્સ સાથે થયેલા ઝઘડામાં લાકડીની ઝાપટ મારી રિક્ષાના કાચ તોડી નાંખ્યાં હતાં. આ અંગે વાસદ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

આંકલાવડીમાં રહેતા અને રિક્ષા ચલાવતાં પ્રવિણ રઇજીભાઈ સોલંકી 2જી મેના રોજ સાંજના પરિવાર સાથે હતાં તે દરમિયાન તેમના માનસિક દિવ્યાંગ બહેન વાડામાં મનફાવે તેમ બોલતા હતા. આથી, પડોશમાં રહેતા પીન્ટુ જીવાભાઈ સોલંકીને લાગ્યું કે તેમને અપશબ્દ કહે છે. આથી, તેઓ લાકડી લઇને પ્રવિણના ઘરે પહોંચ્યાં હતાં. સાથે તેમના બનેવી દક્ષેશ ઉર્ફે દહો જયંતી સોલંકી પણ આવ્યાં હતાં.

આ બન્ને શખ્સોએ અપશબ્દ બોલી પ્રવિણને અને તેની માનસિક દિવ્યાં બહેન, માતા પર લાકડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત પ્રવિણની રિક્ષાની લાઇટ, કાચને તોડી નુકશાન કર્યું હતું. આ ઉપરાંત ધમકી પણ આપી હતી. આ અંગે વાસદ પોલીસે દક્ષેશ ઉર્ફે દહો જયંતી સોલંકી અને પીન્ટુ જીવા સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...