તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anklav, BJP Office Bearers Came To Power, A Crime Was Registered Against 9 Including The Husband Of The Former Taluka Panchayat.

નિયમોના ધજાગરાં:આંકલાવમાં ભાજપના હોદ્દેદારો સત્તાના મદમાં મસ્ત બન્યાં, પૂર્વ તાલુકા પંચાયતના પતિ સહિત 9 સામે ગુનો નોંધાયો

આણંદ2 મહિનો પહેલા
  • ચમારાના સરપંચે ભત્રીજાના લગ્નમાં ટોળું ભેગુ કરી કોવિડ નિયમોના ધજાગરાં ઉડાડ્યાં
  • વાયરલ થયેલા વીડિયો આધારે પોલીસે ખરાઇ કરી કાર્યવાહી હાથ ધરી

આંકલાવ તાલુકાના ચમારાના ગામના સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયતના પતિએ પોતાના ભત્રીજાના લગ્નમાં ટોળા ભેગા કરી ડીજેના તાલે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો અને પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરપંચ સહિત 9ની સંડોવણી ખુલતા ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જ પકડાયેલા શખસો ભાજપના કાર્યકરો હોવાનું અને સત્તામાં મદ થઇ કોવિડ નિયમોના ધજાગરા ઉડાડ્યાં હતાં.આંકલાવ તાલુકામાં હાલ સુધી પોલીસે 7 ઉપરાંત ગુના નોંધાયા છે છતાં રાજકીય પીઠબળ ધરાવતા તત્વો પોલીસ કે કાયદાની મર્યાદા જાળવતા નથી.

આંકલાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરદીપભાઈ મોઘાભાઈ પાસે એક લગ્નનો વીડિયો આવ્યો હતો. જેમાં કેટલીક વ્યક્તિઓ ડીજેના તાલે ડાન્સ કરતાં હતાં અને કોવિડ નિયમોનો ભંગ જોવા મળ્ય હતો. ડાન્સ કરતી વખતે કીએ પોતાના મોઢા ઉપર માસ્ક પહેર્યું નહતું. આ ઉપરાંત ડીજે સાઉન્ડ ઉપર ટોળે વળી ડાન્સ કરતાં હતાં. આથી, આ વીડિયોની તપાસ કરતાં તે ચમારા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું અને અરવિંદભાઈ શનાભાઈ પઢીયારના ઘરે તેમના દિકરી સુરેશભાઈના લગ્ન 8મી મે, 21ના રોજ રાત્રિના ચમારા બોરિયા સીમ વિસ્તારમાં લગ્નમાં ડાન્સ કરતો વીડિયો હોવાનું બહાર આવ્યું હતું. આથી, પોલીસે ચમારા ગામે પહોંચી હતી અને ગામના સરપંચ રાજુભાઈ ઉર્ફે બળવંતસિંહ પઢીયારને વીડિયો બતાવી પૂછપરછ કરતાં તેઓએ કૌટુંબીક ભાઈઓએ ભત્રીજાના લગ્નમાં કુળદેવીનું વ્રત કરવા જતાં તે વખતનો હોવાનું કબુલ્યું હતુ.

મહત્વનું છે કે વીડિયોમાં દેખાતા વ્યક્તિઓમાં કુલદીપસિંહ બળવંતસિંહ પઢીયાર, ધર્મેન્દ્રસિંહ રમતુભાઈ પઢીયાર, પ્રદીપસિંહ બળવંતસિંહ પઢીયાર, કિરણભાઈ પ્રતાપભાઈ પઢીયાર, પ્રહલાદસિંહ મનુભાઈ પઢીયાર, અર્જુનસિંહ મનુભાઈ પઢીયાર (તમામ રહે. ચમારા) હોવાનું ઓળખી બતાવ્યું હતું. જોકે, આ લગ્નના આયોજન કરવા માટે કોઇ પણ સત્તા અધિકારીની મંજુરી પણ લીધી નહતી.

સત્તાના મદમાં આ લોકોએ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોઈ પોલીસે રાજુભાઈ ઉર્ફે બલવંતભાઈ પઢીયાર, અરવિંદભાઈ પઢીયાર, કુલદીપસિંહ પઢીયાર, ધર્મેન્દ્રસિંહ પઢીયાર, પ્રદીપસિંહ પઢીયાર, કિરણભાઈ પઢીયાર, પ્રહલાદસિંહ પઢીયાર, અર્જુનસિંહ પઢીયાર તથા ડીજે સાઉન્ડના ઓપરેટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બલવંતભાઈ ઉર્ફે રાજુભાઈ પઢીયાર ચમારા ગામના સરપંચ હોવા ઉપરાંત તેમના પત્ની ગત ટર્મમાં તાલુકા પંચાયતના સભ્ય પણ હતાં. જે ભાજપમાંથી ચૂંટાયાં હતાં. ગુનો નોંધાયો તેમાં મોટા ભાગના ભાજપના કાર્યકર્તાઓ છે. આમ, સત્તાના મદમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા જ કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જે મુદ્દો સમગ્ર ચરોતર પંથકમાં ગાજયો છે.જિલ્લા ભાજપ ના અગ્રણીઓ લોકજાગૃતિ કરતા પહેલા પોતાના કાર્યકર્તાઓ અને આગેવાનોને કોવિડ ગાઈડલાઈન નું પાલન કરવા શિક્ષણ આપે તે સમગ્ર જિલ્લાના હિતમાં જરૂરી બની રહયુ છે.

કોરોના સંક્રમણ ટાળવા લગ્ન સમારંભો બાબતે પોલીસ સક્રિય અને કડક વર્તન દાખવી રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર ગ્રામ પંચાયત તંત્ર ને પણ તૈયાર અને સક્રિય કરે તે જરૂરી બન્યું છે.આંકલાવમાં તાલુકામાં મંજુરી વગર લગ્ન પ્રસંગમાં ટોળા ભેગા કરવાના પોલીસે સાત ગુના નોંધાયાં છે. જેમાં

1.) અંબાવ ગામે રહેતા અરવીંદભાઇ બુધાભાઇ પઢિયાર સહિત બે વ્યક્તિ.

2.) આસરમા ગામના મગનભાઇ મહીજીભાઇ સોલંકી સહિત ત્રણ વ્યક્તિ.

3.) હઠીપુરા અજારા સીમમાં રહેતા દેવેન્દ્રભાઇ અમરસિંહ મકવાણા સહિત ત્રણ વ્યક્તિ.

4.) ભેટાસીના બોરીયા વગોમાં રહેતા ભરતભાઇ અમરસિંહ પરમાર સહિત બે વ્યક્તિ.

5.) ભેટાસીના વાઘેલા ફળીયામાં રહેતા જશવંતસિંહ ગણપતસિંહ વાઘેલા સહિત બે વ્યક્તિ.

6.) સાલમપુરાના અંબાલી ગામના હિમતસિંહ ચીમનભાઇ રાઠોડ સહિત બે વ્યક્તિ.

7.) ચમારા ગામના રાજુભાઇ ઉર્ફે બલવંતભાઇ ભારતભાઇ પઢીયાર સહિત 9 વ્યક્તિ.

અન્ય સમાચારો પણ છે...