આત્મહત્યાનું કારણ અકબંધ:આંકલાવમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરતાં યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

આંકલાવના ઇન્દિરા કોલોનીમાં રહેતા 30 વર્ષિય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે મોડી સાંજ સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું નહોતું.

ઘરે સાડી બાંધી ગળેફાંસો ખાધો
આંકલાવના ઈન્દિરા કોલોનીમાં રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના અભલોડ ગામનો મહેશ ભાવસિંહ ડામોર (ઉ.વ.30) ડ્રાઈવિંગ કરી જીવન ગુજારે છે. તેઓ પત્ની સાથે આંકલાવ સ્થાયી થયાં હતાં. દરમિયાનમાં કોઇ અગમ્ય કારણોસર ગુરૂવારે સાંજના ઘરે સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં તેમના પતિ સહિત પરિવારજનો ચોંકી ગયાં હતાં.

પોલીસે તપાસ હાથ ધરી
આ અંગે આંકલાવ પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પુછપરછ દરમિયાન આત્મહત્યાનું ખાસ કોઇ કારણસર જાણવા મળ્યું નહતું. આખરે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...