તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉલટી ગંગા:આંકલાવમાં 25 વર્ષીય યુવતી 17 વર્ષના સગીરને લઈ ભાગી ગઈ, યુવતી સામે અપહરણનો ગુનો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીર લાપત્તા થતા તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

"ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન ,જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન " જેવી મનસ્થિતિમાંથી પસાર થતા આંકલાવના બે પ્રેમી પંખીડા કાયદાના અને સમાજના નિયમોને નકારી પોતાના સંસાર માળો બાંધવા ઉડી ગયા છે.આંકલાવની નર્સરીમાં પ્રકૃતિનું બીજાંકુરણ કરતા કરતા બે વિજાતીય વ્યક્તિઓને પ્રેમાંકુર ફૂટયા અને 25 વર્ષીય યુવતી પ્રેમમાં આંદોલિત થઈ 17 વર્ષના સગીર કિશોરને લઈ ભાગી ગઈ છે.આ સમગ્ર પ્રકરણે આણંદ પંથકમાં ચર્ચાનો ચક્રવાત ઉભો કર્યો છે.

આંકલાવ તાલુકાના બિલપાડ ગામે રહેતો 17 વર્ષીય કિશોરને નર્સરીમાં નોકરી દરમિયાન 25 વર્ષીય યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો અને બન્ને ભાગી ગયાં હતાં. આ અંગે કિશોરના પિતાની ફરિયાદ આધારે આંકલાવ પોલીસે યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંકલાવના બિલપાડ ગામે રહેતો 17 વર્ષીય કિશોર હઠીપુરાની નર્સરીમાં નોકરી કરતો હતો. તેની સાથે નર્સરીમાં રામપુરાની 25 વર્ષિય યુવતી પણ નોકરી કરતી હતી. સાથે નોકરી દરમિયાન થોડા દિવસોની વાતચીત બાદ આકર્ષણ ઉભું થતા બન્નેની આંખો મળતા પ્રેમમાં રત થઈ ગયા હતાં. દરમિયાનમાં 27મી મે, 21ના રોજ વ્હેલી સવારે સગીર કિશોર ક્યાંક ચાલ્યો ગયો હતો.

આથી, તેના પરિવારજનોએ ચિંતિત બની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સગીર કિશોરને સાથે નોકરી કરતી યુવતી જોડે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળતાં તેમના ઘરે પહોંચ્યાં હતાં.અચરજ વચ્ચે તે પણ ઘરે નહતાં. આથી, તેઓ જ સગીર કિશોરને ભગાડી ગયા હોવાનો પાક્કુ થયું હતુ. આ અંગે આંકલાવ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...