આણંદ નગર પાલિકાના સ્વચ્છતા નામે કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમાં બિમારીએ માથું ઉચકયું હોવા છતાં આણંદ નગર પાલિકા તંત્ર દ્વારા વોર્ડ 4મા આવેલ હિના પાર્ક સોસાયટી સહિત આજુબાજુ\nઅન્ય સોસાયટીઓમાં સેનેટરી વિભાગના સફાઇ કામદારો સાફ સફાઇ હાથ ધરવામાં નહીં આવતાં રોગચાળો ફાટી નિકળવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક વિસ્તારના રહીશોએ પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
આણંદ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા નામે શહેરમાં ડોર ટુર ડોર, કચરો અને રાત્રિના સમયે સાફ સફાઇ કરવામાં આવી હોવાના બણગાં ફુકવામાં આવી રહ્યાં છે. શહેરના નગરજનો દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં ઓનલાઇન ફરિયાદ કરવામાં છતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.જેથી રહીશોને કોલેરા જેવી બિમારી ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.