ચોરી:આણંદના વાસદમાં તસ્કરોએ પાનના ગલ્લામાંથી 30 હજારની મત્તા ચોરી ફરાર થઇ ગયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે છતના ભાગેથી પતરા ખોલી મુદ્દામાલ ઉઠાવી લીધો

આણંદના વાસદ ગામે આવેલા યક્ષ કોમ્પ્લેક્સની પાન-ગલ્લાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયાં હતાં. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાસદ નવી ખડકીમાં રહેતા જતીન અરવિંદભાઈ પટેલની હોલસેલ પાન-બીડી તમાકુની દુકાન યક્ષ કોમ્પ્લેક્સમાં આવેલી છે. આ દુકાન પર તસ્કરોની નજર પડી હતી અને 31મી ઓક્ટોબરની રાત્રે દુકાનને નિશાન બનાવી હતી.

તસ્કરોએ છતના ભાગેથી પતરાં ખોલી પ્રવેશ કરી દુકાનમાંથી સીગારેટ, તમાકુના ડબ્બા, રોકડ રૂ.4 હજાર મળી કુલ રૂ. 30,700નો મુદ્દામાલ ચોરી કરી ગયાં હતાં. આ અંગે વ્હેલી સવારે જતીનભાઈને જાણ થતાં તેઓ ચોંકી ગયાં અને આ અંગે વાસદ પોલીસને જાણ કરતાં પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...