જાનથી મારી નાખવાની ધમકી:આણંદના ઓડમાં ભાથીજી મંદિરે ધાર્મિક ગીતથી વિધર્મી છંછેડાયો, જાનથી મારી નાખવાની ધમકી આપતો વીડિયો વાઈરલ

આણંદ17 દિવસ પહેલા

ઓડ ગામે ભાથીજી મંદિરમાં સેવા પૂજાને લઇ ફરી વિધર્મીઓએ વિરોધ ઉઠ્યો હતો અને મંદિરમાં હાજર યુવકોને કાપી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બન્ને વિધર્મી સામે ગુનો નોંધ્યો હતો. ઓડ ગામે નવાપુરામાં રહેતા ઘનશ્યામ લાલાભાઈ ઓડના ઘર પાછળ ભાથીજી મંદિર આવેલું છે. જ્યાં ફળિયાવાળાઓએ ગણપતિ બેસાડ્યાં છે. જેમાં ઘનશ્યામ તથા તેમના મિત્રો અજય અશોકભાઈ ઓડ, વિજય સંજયભાઈ ભોઇ સેવા પુજા કરે છે.

ઉશ્કેરાઇને ફેંટ પકડી
આ દરમિયાનમાં 8મી સપ્ટેમ્બરની બપોરના સવા બે વાગ્યે ઘનશ્યામભાઈ તથા તેમના મિત્ર અજયભાઈ સહિત યુવકો ભાથીજી મંદિરે ભગવાનને ભોગ ધરાવી જમવા માટે બેઠાં હતાં અને આ વખતે સ્પીકર પર ગીત વગડાતાં હતાં. તે સમયે નવાપુરામાં રહેતો અશફાક કાલુ મલેક અપશબ્દ બોલતો બોલતો ત્યાં ધસી આવ્યો હતો અને કેમ મોટા અવાજથી ગીત વગાડો છો? તેમ કહી મંદિરમાં આવી યુવકોને ધમકાવતો હતો. આથી, તેને બહાર જવા જણાવતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને ઘનશ્યામની ફેંટ પકડી લીધી હતી.

પોલીસે તપાસ હાથ
ઝગડો વકરતા અશફાફના પિતા કાલુ મહંમદ મલેક પણ દોડી આવ્યો હતો અને જાહેરમાં બીભત્સ અપશબ્દો બોલતો હતો અને તેઓએ હું તમને કાપી નાખીશ. તમારાથી થાય તે કરી લો. જેટલા વિડીયો ઉતારવા હોય તેટલા ઉતારો તેવું બોલી ધમકી આપી હતી. આ અંગે ઘનશ્યામે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાલુ મલેક અને અશફાક મલેક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...