આણંદના બાકરોલ ગામે રહેતા પરિવારે ત્રીસ વર્ષ પહેલા 13 ગુંઠા જમીન વેચી હતી. આ જમીન તેઓએ ફરીથી બીજાને વેચી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાઈ છે.
વિદ્યાનગરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પ્રકાશ રાવજીભાઈ પટેલે 1993માં બાકરોલ ગામે રહેતા પરિવાર પાસેથી 13 ગુંઠા જમીન ખરીદી હતી. આ જમીનનું પઝેશન પણ પ્રકાશભાઈએ મેળવી લીધું હતું અને રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ આપ્યું હતું. જોકે, આ બાબતે જમીન વેચનાર પરિવાર સાથે રેવન્યુ તકરાર ઉભી થઈ હતી. જે કેસ ચાલી રહ્યો છે. તે દરમિયાન જમીનના મુળ માલિકે વિશ્વાસઘાત કરીને અન્ય ઇસમ વિનાયક પુનમ પટેલને બીજો વેચાણ દસ્તાવેજ કરી પુનઃ વેચાણ આપી દીધો હતો.
આ અંગે પ્રકાશભાઈએ ઠપકો કરતા કાલુમિયાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રકાશભાઈ પટેલે વિદ્યાનગર પોલીસમાં કાલુમીયાં છદુમીયાં મલેક, જોરાબીબી છદુમીયાં મલેક, બાનુબીબી છદુમીયાં, સાયરાબીબી છદુમીયાં, મકસુદાબીબી દલુમીયા મલેક, ઝુબેદાબીબી અહેમદમીયાં મલેક, રફીકમીયાં અહેમદમીયાં મલેક, નબસીમીયાં અહેમદમીયાં મલેક (રહે. તમામ બાકરોલ) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.