રજૂઆત:આણંદ વોર્ડ નં 5માં પાણીના નિકાલ માટે નગરસેવકે તંત્રને ફરિયાદ કરાઈ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પડતાની સાથે સોસાયટીઓમાં ભરાઇ રહેતાં પાણીથી હાલાકી

આણંદ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે વોર્ડ નં-5માં આવેલા પાધરિયા, ઇસ્માઇલ નગરમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઇ જતા હોય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલના અભાવે સોસાયટીના મકાનોમાં પાણી ઘુસી જતાં હોવાથી રહીશો સહિત વાહનચાલકો હાલાકીઓનો ભોગ બનવું પડે છે. આથી આણંદ નગરપાિલકા દ્વારા આગામી ચોમાસુ સિઝન પહેલા પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત વોર્ડ નં 5ના સોસાયટી વિસ્તારો વહેલી તકે ગટરો સહિત ટ્રેનેજ લાઇનની સાફસફાઇ મરામતની કામગીરી હાથધરવામાં આવે તેવી પાલિકાના કાઉન્સિલરે ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરાઇ હતી.

આણંદ વોર્ડ નં-5માં કાઉન્સિલર સલીમશા દિવાને જણાવેલ કે આણંદ નગરપાલિકા દ્વારા વર્ષોથી વોર્ડ નં5 માં ગટર લાઇન સાફસફાઇ સહિત મરામતની કામગીરી હાથધરવામાં આવતી નથી.જેના પગલે ગટરના ગંદા પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી જતાં હોય છે. જેના પગલે રોગચાળો ફાટી નીકળતો હોય છે. જો કે, આમંદ નગર પાલિકાને વારંવાર ગટરો સહિત ડ્રેનેજ લાઈનની મરામત સાથે તૂટી ગયેલ ઠાકણાં બદલવા માટે જાણ કરવામાં આવતી હોય છે.

આથી આણંદ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસુ િસઝન પહેલા પ્રિમોનસુન કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે આમંદ નગરપાલિકા દ્વારા વોર્ડ નં 5માં ઇસ્માઇલનગર, પાધરિયા, સરદાર ગ્રાઉન્ડ સહિત જુદી જુદી સોસાયટીમાં ગટરની સાફસફાઇ હાથધરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

ટુંક સમયમાં પાધરિયામાં સાફસફાઇ હાથ ધરાશે
આણંદ વોર્ડ નં 5માં સોસાયટી વિસ્તારોમાં ગટરોની સફાસફાઇ કરવામાં માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.જેના પગલે આણંદ નગરપાલિકા દ્વારા ઇસ્માઇલ નગર વિસ્તારમાં આવેલી સોસાયટી ગટરની સાફસફાઇ કરવામાં આવી રહી છે.આગામી દિવસો પાધરિયા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. > ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, નગરપાલિકા આણંદ

અન્ય સમાચારો પણ છે...