ભાદરવામાં ભરપૂર:આણંદમાં સાંજે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો,સોજીત્રામાં પણ ધોધમાર રહ્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સુસવાટા મારતા પવન સાથે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.આજે સોમવારના રોજ પણ જિલ્લામાં ઉમરેઠ તાલુકાને બાદ કરતાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ આણંદમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સોજીત્રા અને તારાપુરમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. હજુ પણ આગામી દિવસોમાં વરસાદની વધે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.સતત વરસાદ ને લઈ જનજીવન પણ ખૂબ પ્રભાવિત થયું છે

આણંદ જિલ્લામાં સોમવારે સાંજે 6 વાગ્યા સુધીનો સરકારી આંકડો જોઈએ તો આણંદમાં 46 મિમી, આંકલાવમાં 11 મિમી, બોરસદમાં 4 મિમી, પેટલાદમાં 7 મિમી, સોજિત્રામાં 33 મિમી, ખંભાતમાં 13 મિમી અને તારાપુરમાં 21 મિમી વરસાદ નોંધાયો છે.જ્યારે ઉમેરઠમાં દિવસભર વાદળછાયું ધૂપછાવ વાતાવરણ રહયુ પરંતુ વરસાદનું ટીપુંય પડ્યું નથી.જોકે હાલ સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોએ ઘેરો ઘાલ્યો છે જે રાત્રીના ભરપૂર વરસે તેવા એંધાન દર્શાવી રહ્યો છે.

જિલ્લામાં છેલ્લા ત્રણ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે. વળી અસહ્ય બફાટ બાદ ધોધમાર વરસેલા વરસાદે આણંદવાસીઓમાં ઠંડકની લહેર પ્રસરાવી છે.ખેડૂતોમાં પણ આ વરસાદે સારા પાકની આશા જન્માવી છે.

અન્ય સમાચારો પણ છે...