પોલીસની ઓળખ આપી લૂંટ:આણંદમાં ત્રણ શખસે નકલી પોલીસ બની યુવકના એટીએમમાંથી રૂ. 16 હજાર અને મોબાઈલની લૂંટ ચલાવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના અક્ષરફાર્મ પાછળ આવેલા રોડ પર સ્ત્રી મિત્ર સાથે ઉભા રહેલા યુવકને ત્રણ શખસે પોલીસ તરીકેનો પરિચય આપી તેને એક્ટીવા પાછળ બેસાડી લઇ ગયાં હતાં. બાદમાં તેના ગળા પર છરી મુકી તેના એટીએમ અને પાસવર્ડ લઇ તેમાંથી રૂ.16 હજાર ઉપાડી લીધાં હતાં. આ ઉપરાંત તેનો મોબાઇલ પણ આંચકી લીધો હતો. આ અંગે શહેર પોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરના માઇલસ્ટોન બિલ્ડીંગમાં રહેતો કિર્તન પટેલ 8મી જાન્યુઆરીના રોડ રાત્રિના સુમારે તેની સ્ત્રિ મિત્ર સાથે એક્ટીવા પર બેઠાં હતાં. તે સમયે ત્રણ અજાણ્યા શખસો તેની પાસે આવ્યાં હતાં અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી તેને પકડી સ્કૂટર પર બેસાડી દીધો હતો. બાદમાં તેને હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ ખાતે લઇ જઇ તેના ગળા પર છરી મુકી રૂ.20 હજારની માગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખવી ધમકી આપી હતી. આથી, ડરી ગયેલા કિર્તનના ખિસ્સામાંથી એટીએમ અને પાસવર્ડ લઇ લીધાં હતા. આ ઉપરાંત આઇફોન રૂ.50 હજારનો, સ્કૂટર લઇ મોગરી લઇ ગયાં હતાં. જ્યાં એટીએમમાંથી રૂ.16 હજાર ઉપાડી કુલ રૂ.66 હજારની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં. આ અંગે કિર્તનની ફરિયાદ આધારે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. સાળવીએ સંભાળી છે.

અન્ય સમાચારો પણ છે...