તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેન સ્નેચીંગ:આણંદમાં ચેઈન સ્નેચરથી બચવા મહિલા ઝાંપાની અંદર ગઈ છતાં દોરો ખેંચી ગયા

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષ્ણનગર વિસ્તારમાં અેડ્રેસ પૂછવાના બહાને બે બાઈક સવાર ચેન તોડી છૂ

આણંદ શહેરમાં ગણેશ ચોકડી પાસે આવેલી અમૂલ હાઈટ્સ પાછળની કૃષ્ણ કોલોનીમાં રહેતા મહિલાની બે તોલા વજનની ચેન તોડી બે અજાણ્યા બાઈક સવાર ઈસમો બુધવારે સવારે ફરાર થઈ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ સંદર્ભે મોડી સાંજે આણંદ શહેર પોલીસે ચેન સ્નેચીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરમાં ગણેશ ચોકડી નજીક અમુલ હાઈટ્સની પાછળ આવેલી કૃષ્ણ કોલોનીમાં પ્રવિણકુમાર યાદવ રહે છે. તેઓ આણંદની એલઆઈસી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. જ્યારે તેમના પત્ની રશ્મીબેન ગૃહિણી છે. બુધવારે સવારે આઠ વાગ્યાની આસપાસ તેઓ ઘર બહાર કચરો વાળી રહ્યા હતા. દરમિયાન, બાઈક પર સવાર બે શખ્સ આવ્યા હતા અને તેમણે તેમના ઘરની સામે ઉભા રહીને કંઈ ગુસપુસ કરતા હતા. જેને પગલે રશ્મીબેને તેમને કોનું કામ છે તેમ કહેતાં બે પૈકી બાઈક પાછળ બેઠેલો એક શખ્સ તેમની નજીક આવ્યો હતો. જેને પગલે તેમને બંને શખ્સો પર શંકા જતા તેઓ બંગલાની બહારથી ખસીને ઝાંપાની અંદર આવી ગયા હતા. એ જ સમયે પાછળ બેઠેલો શખ્સ અચાનક રશ્મીબેનની પાસે આવી પોતાનો મોબાઈલ ફોન લાંબો કર્યો હતો. જેને પગલે રશ્મીબેનને એડ્રેસ હોવાનું લાગતાં તેઓ મોબાઈલ જોવા ગયા હતા. એ જ સમયે શખ્સે તરાપ મારીને તેમની સોનાની ચેન આંચકી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા.

બુમરાણ મચાવી અડધે સુધી દોડી ગઈ હતી
પીડિત રશ્મીબેન યાદવે જણાવ્યું હતું કે, બે શખ્સ બાઈક લઈને સરનામું પૂછવાના બ્હાને આવ્યા હતા. બાઈક આગળ બેઠેલો છોકરો જાડો હતો અને તેણે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ પાતળો છોકરો હતો અને તેણે માસ્ક પહેર્યું હતું અને કાળી બેગ લટકાવી હતી. સરનામું પૂછવાના બ્હાને તેઓ મારી નજીક આવ્યા હતા, એટલે હું ઘરની અંદર આવવા લાગી હતી. એ જ સમયે તેણે મારી ગળામાં પહેરેલી ચેન તરાપ મારી ખેંચી લઈ બાઈક લઈ જતા રહ્યા હતા. મેં બુમરાણ મચાવી તેમની પાછળ અડધે સુધી દોડી ગઈ હતી. પરંતુ ત્યાં સુધી તેઓ ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...