ચોરી:આણંદમાં ટ્રેનમાંથી મહિલાની રૂા. 1.71 લાખની મત્તા ચોરાઇ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સુઈ રહી હતી ત્યારે પર્સ ચોરી ગઠીયો ફરાર થઇ ગયો

અમદાવાદમાં રહેતા સંધ્યાબેન રાઠોડ ગત 18મી જુલાઇના રોજ સાંજે છ વાગ્યે તિરુવલ્લુર રેલવે સ્ટેશનેેથી ત્રિવેન્દ્રમ વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવવા બેઠા હતા. ગત 20મીએ પરોઢિયે પાંચ વાગ્યે ટ્રેન આણંદ રેલવે સ્ટેશને આવી હતી. તે સમયે તેમનું પર્સ સીટ ઉપર મૂકેલું મળ્યું નહોતું. આ પાકીટની અંદર તેમની પાસેનો દોઢ લાખનો ફોન, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, અગત્યના દસ્તાવેજ, સોના-ચાંદીની મતા મળી કુલ 1.71 લાખ હતા. જે ગઠિયો ચોરી કરી ગયો હતો. આ મામલે તેમણે અમદાવાદ પહોંચ્યા બાદ ગુરૂવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...