તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:આણંદમાં વેપારીના રૂ. 2 લાખના દાગીના ગઠિયો તફડાવી ગયો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રહીમા નગરના વેપારીને વિશ્વાસમાં લઈ કારસ્તાન કર્યુ

આણંદ શહેરના રહીમાનગર ભાગ 2 માં રીયાઝભાઇ સલીમભાઇ વ્હોરાની દુકાને ગત 26મી જાન્યુઆરીએ બપોરે એક વ્યકિત વિમલ લેવા આવ્યો હતો. તેમનો ફોન ચાલુ હતો.અને તેમાં કોઇ સાથે જકાતના પૈસા આપવાની કેહતા હતા. એટલે રીયાઝભાઇએ કહયુ હતુંઇ હું કાલે આવીશ તેમ તેણે તેનો મોબાઇલ નં. 7600764995 લખાવ્યો હતો. અને બીજા દિવસે સાંજે ચાર વાગે તેઓ આવ્યા હતા. એટલે રીયાઝભાઇએ તેમને અનીષાબેન સજીદભાઇ ચાંગા, સુમૈયાબેન વ્હોરા જકાત લેશે તેવું કહ્યુ હતું.

28મી જાન્યુઆરીના રોજ સવારે સાત વાગે આ વ્યકિત રીયાઝભાઇના ઘરે બાઇક લઇને આવ્યો હતો. આ પાંચ મહિલાઓને 2 લાખ આપવાના છે. ત્યારે આ અજાણ્યા માણસે કહયુ હતું તમારી પાસે જે સોનાના દાગીનાહોય તે મને આપી દો.તેમ કરીને બે લાખનું સોનુ લઈ ભાગી ગયો હતો. જે અંગે આણંદ ટાઉન પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...