ગ્રામપંચાયતની ચૂંટણીના ચક્રવાત શરૂ:આણંદમાં 192 ગ્રામ પંચાયતની મુદ્દત ડિસેમ્બરમાં પૂર્ણ થતા યોજાશે ચૂંટણી, સરપંચ અનામત અંગેના રોટેશન મુજબ જાણો ક્યાં કોણ અનામત બેઠકે ચૂંટણી લડશે

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમરસ પંચાયત માટે ભાજપ પક્ષ દ્વારા ખાસ વ્યૂહ રચવામાં આવી રહ્યોના અહેવાલ
  • ગ્રામપંચાયતની ચૂંટણીઓ ભારે રસાકસી ભરી બની રહે તેવા એંધાણ

આણંદ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીના ચક્રવાત શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા આગામી દિવસોમાં સ્નેહમિલનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. પાર્ટી કાર્યકર્તાઓને ચાર્જ કરી ચૂંટણીકામે આયોજન પૂર્વક સક્રિય કરવામાં આવશે. જિલ્લા ભાજપ દ્વારા તમામ મોરચાની નિમણુકો કરી સંગઠન સંપૂર્ણ પણે સજ્જ કરી દેવાયુ છે. આણંદની ગ્રામ પંચાયતોમાં સરપંચ અનામત રોટેશન જાહેર કરાયા મુજબના ઉમેદવારો પોતાની રીતે ગ્રામ્ય સ્તરે દાવેદારી કરી રહ્યા છે.

ડિસેમ્બર માસમાં 192 ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રોટેશન જાહેર થયેલા હોઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જોકે, ભાજપ પક્ષ સમરસ પંચાયત માટે પણ ખાસ વ્યૂહ ઘડી રહી છે એટલે આગામી ગ્રામપંચાયતની ચૂંટણીઓ ભારે રસાકસી ભરી બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આણંદ જિલ્લામાં ડિસેમ્બર માસમાં 192 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઇ રહી છે અને તેની ચૂંટણીની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો તેમજ ચૂંટણીમાં ઝંપલાવવા ઇચ્છુક આગેવાનો દ્વારા પણ હાથ ધરવામાં આવી રહી છે. આણંદ જિલ્લાની 350 ગ્રામ પંચાયતમાંથી 192 ગ્રામ પંચાયતની મુદત ડિસેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા હોવાથી રાજકીય કાર્યકરો ચૂંટણી તહેવારમાં લાગી ગયા હોય તેવો માહોલ ગ્રામ્ય સ્તરે લાગી રહ્યો છે. આગામી સમયમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવવાની હોવાથી સ્થાનિક ધારાસભ્યો પણ પોતાના ટેકેદારો ચૂંટાય તે માટે રાજકીય ગણીત જુગટું માંડશે તેવી ગણતરીઓ મંડાઈ રહી છે.

મહત્વનું છે કે, ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી અગાઉ જ સરપંચના હોદ્દા માટે રોટેશન જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ગ્રામ્ય રાજકારણમાં પ્રતિષ્ઠાદાવ થઈ રહ્યો છે. રોટેશન મુજબ અનુસુચિત જાતિ મહિલા, અનુસુચિત જાતિ, અનુસુચિત આદિજાતિ મહિલા અને સામાન્ય મહિલા, સામાન્ય બેઠક એમ કુલ 6 કેટેગરી જાહેર કરવામાં આવી છે. જેથી સરપંચ રોટેશનમાં બદલાવ સ્થાનિક સ્તરેના અનેક રાજકીય સમીકરણોમાં પણ બદલાવ લાવી શકશે. આ ઉપરાંત જ્યાં મહિલા અનામત જાહેર થઇ છે, ત્યાં સરપંચો હવે તેમની જગ્યા તેમની પત્નીને લડાવવા મુડમાં આવી ગયા છે અને તે સંદર્ભે ગામમાં ચોખઠાં ગોઠવવા મંડ્યા છે. ખાટલા પરિષદ પણ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

જાણો સરપંચ અનામત અંગેના રોટેશન મુજબ ક્યાં કોણ અનામત બેઠકે ચૂંટણી લડશે
અનુસુચિત જાતિ પૈકી મહિલાઓ માટેની સરપંચ અનામત: રાહ તલાવ (આણંદ), વિરસદ (બોરસદ), ઇન્દ્રણજ, ખાખસર (તારાપુર), નવાગામ બારા, પોપટવાવ (ખંભાત), આમોદ, જેસરવા (પેટલાદ), પણસોરા (ઉમરેઠ).

અનુસુચિત જાતિ પૈકી અનામત સરપંચ : વડેલી (બોરસદ), વાસદ (આણંદ), ખડા, પચેગામ (તારાપુર), ભડકદ (સોજિત્રા), રંગપુર, સાયમા (ખંભાત), ભવાનીપુરા (પેટલાદ), આસોદર (આંકલાવ).

અનુસુચિત આદિજાતિ પૈકી અનામત સરપંચ: દિવેલ (બોરસદ), ગામડી (આણંદ), ઉંટવાડા (તારાપુર), મલાતજ (સોજિત્રા), ભુવેલ (ખંભાત), ઘોરા (ઉમરેઠ), ખડોલ (ઉ) (આંકલાવ), સીમરડા (પેટલાદ).

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ મહિલા અનામત: ગોરેલ, ગોરવા, હરખાપુરા, જંત્રાલ (બોરસદ), કણભઇપુરા, કાસોર (આણંદ), જાફરગંજ, જલ્લા (તારાપુર), દેવાતજ (સોજિત્રા), કાણીસા, કણઝટ, કંસારી (ખંભાત), ગંગાપુરા, હમીદપુરા (ઉમરેઠ), ગંભીરા, હળધરી (આંકલાવ), ઇસરામા, જોગણ, કણીયા (પેટલાદ).

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનામત : કાલુ, કણભા, કાંધરોટી (બોરસદ), ખંભોળજ, ખાંધલી (આણંદ), જીચકા, કાનાવાડા (તારાપુર), ગાડા (સોજિત્રા), ખડોધી, ખટનાલ, લક્ષ્મીપુરા (ખંભાત), જાખલા, જીતપુરા (ઉમરેઠ), હઠીપુરા (આંકલાવ), ખડાણા, લક્કડપુરા, મહેળાવ (પેટલાદ).

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય મહિલા સરપંચ અનામત: આણંદ તાલુકાના અજુપુરા, આંકલાવડી, બેડવા, ચિખોદરા, ગોપાલપુરા, હાડગુડ, જીટોડીયા, ઝાંખરીયા, જોળ, ખાનપુર, ખેરડા, કુંજરાવ, લાંભવેલ, મેઘવા (ગાના), મોગર, નાપાડ તળપદ, નાપાડ વાંટા, નાવલી, રાજુપુરા. ઉમરેઠ તાલુકાના અહીમા, અરડી, આશીપુરા, બડાપુરા, બાજીપુરા, બેચરી, ભાલેજ, ભરોડા, ભાટપુરા, દાગજીપુરા, ધોળી, ધુળેટા, ફતેપુરા, ખાંખણપુર, ખાનકુવા, ખોરવાડ, લીંગડા, નવાપુરા, બોરસદ તાલુકાના બોચાસણ, બોદાલ, ચુવા, ડભાસી.

આ ઉપરાત દાદપુરા, દહેમી, દહેવાણ, ડાલી, દાવોલ, દેદરડા, ધનાવસી, ધોબીકુઇ, ઢુંઢાકુવા, ગાજણા, કંકાપુરા, કસારી, કસુંબાડ, કઠાણા, કઠોલ, ખાનપુર, ખેડાસા, કીંખલોડ, કોઠીયાખાડ, મોટી શેરડી, નામણ, નિસરાયા, પામોલ, સંતોકપુરા, પેટલાદ તાલુકાના અરડી, બામરોલી, બાંધણી, ભારેલ, ભુરાકોઇ, ચાંગા, દંતાલી, દંતેલી, દાવલપુરા, ડેમોલ, ધૈર્યપુરા, ધર્મજ, ફાંગણી, ઘુંટેલી, મહુડીયાપુરા, માનપુરા, મોરડ, નાર, પાડગોલ, પાળજ, પંડોળી, પોરડા, રામોદડી. આંકલાવ તાલુકાના અંબાલી, અંબાવ, આમરોલ, આસરમા, ભાણપુરા, ભેટાસી તળપદ, ભેટાસી બા ભાગ, ચમારા, જીલોડ, કહાનવાડી, કંથારીયા, ખડોલ (હ), રણછોડપુરા, બામણવા, ભીમતલાવ, દહેડા, ધુવારણ, ફિણાવ, ગોલાણા, હરીપુરા, હરીયાણ, જહાજ, જલસણ, જલુંધ, જીણજ, કલમસર, કાળી તલાવડી, લુણેજ, માલાસોની, માલુ, મેતપુર, મોતીપુરા, નગરા, નાના કલોદરા, પાંદડ, રોહિણી. સોજિત્રા તાલુકાના બાલીન્ટા, બાંટવા, ડાલી, દેવા તળપદ, ઇસણાવ, કાસોર, ખણસોલ, કોઠાવી, લીંબાલી, મઘરોલ. તારાપુર તાલુકાના આદરૂજ, ભંડેરજ, બુધેજ, ચાંગડા, ચીખલીયા, દુગારી, ફતેપુરા, ગલીયાણા, ગોરાડ, ઇસરવાડા, કસ્બારા, ખાનપુર, મહિયારી, મોભા, નભોઇ.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

બિનઅનામત સામાન્ય સરપંચ: આણંદ તાલુકાના અડાસ, અજરપુરા, ગાના, મોગરી, રામનગર, રાસનોલ, રાવળાપુરા, સદાનાપુરા, સામરખા, સંદેસર, સારસા, સુંદણ, ત્રણોલ, વડોદ, વઘાસી, વહેરાખાડી, વલાસણ, વાંસખીલીયા. ઉમરેઠ તાલુકાના દેવરામપુરા, મેઘવા (બડાપુરા), પરવટા, પ્રતાપપુરા, રતનપુરા, સૈયદપુરા, સરદારપુરા, શીલી, સુંદલપુરા, સુરેલી, તારાપુરા, થામણા, ઉંટખરી, વણસોલ, ઝાલા બોરડી. બોરસદ તાલુકાના અલારસા, અમીયાદ, બદલપુર, બનેજડા, ભાદરણ, ભાદરણીયા, કાવિઠા, નાની શેરડીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નાપા તળપદ, નાપા વાંટા, પીપળી, રણોલી, રાસ, રૂંદેલ, સૈજપુર, સારોલ, સીંગલાવ, સીસ્વા, સુરકુવા, ઉમલાવ, ઉનેલી, વાંછીયેલ, વહેરા, વાલવોડ, વાસણા (બો), વાસણા (રાસ), ઝારોલા. પેટલાદ તાલુકાના અગાસ, આશી, ભાટીયેલ, બોરીયા, માણેજ, રંગાઇપુરા, રવિપુરા, રાવલી, રૂપીયાપુરા, સંજાયા, સાંસેજ, શાહપુર, શેખડી, સિંહોલ, સિલવાઇ, સુણાવ, સુંદરા, સુંદરણા, વડદલા, વટાવ, વિરોલ (સી), વિશ્નોલી, વિશ્રામપુરા. આંકલાવ તાલુકાના બામણગામ, બીલપાડ, જોષીકુવા, કોસીન્દ્રા, લાલપુરા, માનપુરા, મોટી સંખ્યાડ, મુજકુવા, નાની સંખ્યાડ, નારપુરા, નવાખલ, નવાપુરા, ઉમેટા. ખંભાત તાલુકાના આખોલ, બાજીપુરા, ગુંડેલ, મીતલી, નંદેલી, નવાગામ વાંટા, નેજા, પીપળોઇ, રાલેજ, શકરપુર, સોખડા, તામસા, તડાતલાવ, તરકપુર, ટીંબા, ઉંદેલ, વડગામ, વાડોલા, વૈણજ, વાસણા, વટાદરા, વત્રા. સોજિત્રા તાલુકાના ડભોઉ, મેઘલપુ, પલોલ, પીપળાવ, રૂણજ, ત્રંબોવડ, વિરોસ (સી). તારાપુર તાલુકાના આમલીયારા, ચીતરવાડા, મીલરામપુરા, મોરજ, મોટા કલોદરા, પાદરા, રેલ, પીંઝા, સાંઠ, તારાપુર, ટોલ, વાળંદપુરા, વલ્લી, વરસડાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...