તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:આણંદમાં વેપારીઓએ સ્વૈચ્છીક દબાણો દૂર કરાતા નગરની ટૂંકી ગલી મોટી બની

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • દબાણો હટી જતા માર્ગો 20 ને બદલે 40 ફૂટ પહોળા થઈ ગયા

આણંદ નગરપાલિકામાં 15 વર્ષ બાદ વહીવટદારનું શાસન આવતાની સાથે શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાનું ઝુંબેશ શરૂ કરી દીધી છે. ત્યારે આણંદ પાલિકાની ટીમોએ દબાણો હટાવી દેવાની સુચનાઓ આપતાની સાથે શહેરમાં ટુંકી ગલી,રણછોડરાય માર્કેટ વિસ્તાર સહીત જુના બસ સ્ટેન્ડ પાસે 80 ઉપરાંતના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી દીધા હતા. જેના પગલે જાહેર માર્ગો 20 ને બદલે 40 ફૂટ પહોળા થઈ ગયા હતા.જો કે પાલિકાની ટીમો ધ્વારા આજે દબાણોથી ભરચક એવા સ્ટેશન રોડ,વહેરાતા માતા બજાર સહિતના વિસ્તારોમાં સપાટો બોલાવી ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવનાર છે.

આણંદ નગરપાલિકાના દબાણ ટીમના રજાકભાઈએ જણાવેલ કે આણંદ નગર પાલિકા દ્વારા પાલિકાની જગ્યા સહિત જાહેર માર્ગો પર પાથરણા, દબાણો દુર કરી દેવા માટે અપીલ કરવામાં આવી હતી.જે મુજબ બે ટીમો બનાવી સોમવારે દબાણકારોને સુચના આપવામાં આવી હતી કે મંગળવારે દબાણો હટાવી લેવા.આમ છતાં પણ દબાણો હશે તો પાલિકાની ટીમો ધ્વારા ટ઼ેકટરમાં ભરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો