વિવાદ:આણંદમાં પાધરીયાના યુવકને પત્નીના પ્રેમીએ મારમાર્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ખંભાતના યુવક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે મંગળવારે સવારે પોતાની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખનારા યુવકને પતિએ ઠપકો આપતા ઉશ્કેરાયેલાં શખસે પતિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આણંદ શહેરના પાધરીયા ખાતે નવજીવન સોસાયટીની પાછળ ફાતિમા પાર્ક સોસાયટીમાં સુરેશકુમાર જીવાભાઈ મેકવાન પત્ની લતાબેન અને ત્રણ સંતાનો સાથે રહે છે.

સોમવારે રાત્રે સાડા દસ કલાકે તેમની પત્ની લતાબેનના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. જે અંગે તેમણે પૂછતાછ કરી ત્યારે લતાબેને તેમને છેલ્લાં દોઢ વર્ષથી ખંભાત તાલુકાના ભુવેલ ગામે રહેતા અશોક લાલજી સોલંકી​​​​​​​ સાથે પ્રેમ સંબંધ હોવાનું કહ્યું હતું. જેને પગલે મંગળવારે તેને મળવા માટે બોલાવ્યા હતા. જ્યાં આણંદની ગણેશ ચોકડી પાસે મળવા આવેલા અશોકને સુરેશભાઈએ પત્ની સાથે સંબંધ ન રાખવા કહેતાં ઉશ્કેરાયેલાં અશોક સોલંકીએ તેને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...