તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની કડકાઇ:આણંદમાં આખરે પોલીસ જાગી, નિયમોનો ભંગ કરનારા સામે ગુનો નોંધ્યો

આણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદમાં રાત્રીના પોલીસ ચેકીંગમાં મુખ્ય પોસ્ટઅોફિસ સામે લારી પર લોકો ટોળે વળ્યા હતા

આણંદ શહેરમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે.કોરોના બીજી લહેર શહેરમાં ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે.તેને અટકાવવા માટે આખરે આણંદ શહેર પોલીસ જાગી હતી. શનિવાર રાત્રેના જુદા જુદા માર્ગો પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. રાત્રિના નવ વાગ્યા બાદ ખાણીપીણીની લારી પર સોશિયલ ડિસ્ટનસિંગ ભંગ જાણય કે માસ્ક વગરના લોકો નજરે પડે તો તેની સામે કાર્યવાહી હાથધરી છે. આણંદ શહેર પોલીસે મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે ઉભા રહેતા એક ચાઇનીઝ લારીવાળાને સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરવા બદલ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આણંદ શહેર કોરોના કેસ વધી રહ્યાં છે.રાજય સરકાર દ્વારા આગામી 30મી એપ્રિલ સુધી તમામ વેપારીઓ અને ખાણીપીણી લારીઓ વાળા સહિત સૌ કોઇ ધંધાઅર્થીઓને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા માટે જાહેરનામું બહાર પાડયું છે.તેમ છતાં આણંદ શહેર સહિત જિલ્લામાં મોટાભાગના વેપારીઓ કોવિડના નિયમોનું પાલન કરતાં નથી. આણંદ શહેર પોલીસે શનિવાર રાત્રે શહેરના માર્ગો પર સઘન ચેકીંગ હાથધર્યુ હતું. જો કે કેટલીક લારીઓ પર નિયમોનું ભંગ થતો જોવા મળ્યા હતા. તે દરમિયાન જૂના બસ સ્ટેશન પાસે મુખ્ય પોસ્ટ ઓફિસ સામે ઉભી રહેતી ચાઇનીઝ લારીઓ પર ટોળે વળી લોકો નાસ્તો કરતાં જોવા મળ્યા હતા. જેથી સોશિયલ ડિસ્ટનસિંગ ધજાગરા નજરે પળ્યા હતા.જેથી પોલીસે લારીના માલિક આસિફખાન નાનુખાન પઠાણ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને દંડ વસુલવામાં આવ્યો હતો.

પોલીસ તંત્ર દ્વારા નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે
શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે આણંદ શહેર અને જિલ્લાના પોલીસ દ્વારા આગામી દિવસો દિવસે અને રાત્રે પેટ્રોલીંગ હાથધરવામાં આવશે તેમજ સોશિયલ ડિસ્ટન અને માસ્કના નિયમોની અવગણના કરનાર લોકો અને વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો