છેતરપિંડી:આણંદમાં પત્નીના ક્રેડિટ કાર્ડમાંથી પતિએ 2 લાખની છેતરપિંડી કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદ

આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં રાધાપાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાને તેના પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. તેમજ પત્નીના બેંક ક્રેડીડ કાર્ડમાંથી રૂા 2 લાખનું ટ્રાન્જેકશન કરીને વિશ્વાસઘાત કરતાં આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આણંદ શહેરમાં આવેલ સરદાર ગંજ વિસ્તારમાં કૃષ્ણ હોલ સામે રાધાપાર્કમાં રહેતી પરિણીતા બેલાબેન મૌલિકભાઈ પ્રજાપતિને તેઓનાં પતિ મૌલિકભાઈ કાંતિભાઈ પ્રજાપતિ છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર કોઈ પણ કારણ સિવાય શારીરિક માનસિક ત્રાસ આપી મારઝુડ કરતા હતા.

થોડા સમય પહેલાં મૌલીક પ્રજાપતિએ પોતાની પત્ની બેલાબેનને વિશ્વાસમાં લઈને બેલાબેનનું એચડીએફસી બેંકનું ક્રેડીટ કાર્ડ લઈને રૂા. 2 લાખનું ટ્રાન્જેકશન કરી દઇ બેલાબેન સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેમજ નાની નાની બાબતે બેલાબેનને તેનો પતિ ખોટી રીતે હેરાન કરી ત્રાસ ગુજારતો હતો. આ બનાવ અંગે શુક્રવારે મોડી સાંજે બેલાબેને આણંદ શહેર પોલીસ મથકમાં પતિ મૌલિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...