શંકાએ સંસાર બગાડ્યો:આણંદમાં પતિએ નોકરી પરથી છુટી ઘરે જતી પત્નીનો પીછો કર્યો, ચારિત્ર્ય પર શંકા કરી મારઝુડ કરી

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ કંટાળીને વાસદ પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવી

આણંદની વ્રજ વાટિકા સોસાયટીમાં રહેતી હિન્દુ યુવતીએ બે વર્ષ પહેલા સ્વામી કૃપા સોસાયટીમાં રહેતા મુસ્લીમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્ન જીવનમાં પતિએ તેને મારઝુડ કરી ત્રાસ આપતો હોવાની ફરિયાદ વાસદ પોલીસ પોલીસ મથકે આપી છે.

આણંદ શહેરના સો ફુટ રોડ પર આવેલી વ્રજ વાટિકા સોસાયટીમાં રહેતી યુવતી પાંચ વર્ષ પહેલા સ્વામી કૃપા સોસાયટીમાં રહેતા યુવકના પ્રેમમાં પડી હતી. બાદમાં તેઓએ બે વર્ષ અગાઉ વડોદરા રાજીખુશીથી રજીસ્ટર લગ્ન કરી લીધાં હતાં. શરૂઆતમાં શાંતિપૂર્ણ રીતે ચાલેલા આ લગ્ન જીવનમાં છેલ્લા કેટલાક સમયથી કંકાસ શરૂ થયો હતો.

પતિ વારંવાર પત્ની પર શંકા કરી ત્રાસ આપવા લાગ્યો હતો. પરિણીતા આણંદની ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. જેને લઇ પતિ તેને નોકરી છોડી દેવા ધમકાવતો હતો. તેમાંય શુક્રવારના રોજ પરિણીતા બેન્કમાંથી છુટીને તેના માતા તેમજ ભાઈના એક્ટિવા ઉપર બેસીને ઘર તરફ જતી હતી, ત્યારે પતિ ગાડી લઇ આવી ચડ્યો હતો અને રામનગર બ્રિજ આગળ ઉભી રખાવી અપશબ્દ બોલી ઝઘડો કર્યો હતો.

2જી જૂનના રોજ પરિણીતા નોકરી પરથી છુટીને સાથે ફરજ બજાવતા યુવકના બાઇક પર બેસીને ઘર તરફ જવા માટે નિકળી હતી, ત્યારે સંગમ હોટલ પાસે પાછળથી કારમાં આવી ચડેલા પતિએ બન્નેને રોક્યાં હતાં અને પરિણીતાને તું અલગ અલગ વ્યક્તિ સાથે કેમ ફરે છે? તેમ જણાવી બળજબરીથી કારમાં બેસાડી લાફા મારી દીધાં હતાં. આ ઉપરાંત તેના માતા - પિતા અને ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે પરિણીતાએ આ અંગે વાસદ પોલીસ મથકે પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...