તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટવાયા આડાસંબંધમાં:આણંદમાં પતિએ પત્નીનું પુરુષમિત્ર સાથેનું રેકોર્ડિંગ પકડ્યું, પત્નીએ પતિને સ્ત્રીમિત્ર સાથે સબંધ છોડવા કહ્યુ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્નીના આડાસંબંધો અંગે જાણીને પતિ ગુસ્સે ભરાયો હતો
  • સ્ત્રીમિત્ર સાથેના સંબંધો છોડવા પત્નીએ કહેતા પતિએ આ સંબંધો તો ચાલુ જ રહેશે તેમ કહ્યું
  • લગ્ન જીવનની તિરાડ 181એ સુલઝાવી

આણંદમાં એક દંપતિનું દાંપત્યજીવન સુખમય રીતે પસાર થઇ રહ્યું હતું, પરંતુ એ દરમિયાન પતિના હાથમાં પત્ની અને પ્રેમીના વાતચીતનું રેકોર્ડિંગ આવી જતાં દાંપત્યજીવન તૂટવાના આરે પહોંચી ગયું હતું. પત્નીના આડાસંબંધો અંગે જાણીને પતિ ગુસ્સે ભરાયો હતો અને પત્નીને કાઢી મુકવાની વાત કરી હતી. બીજી તરફ પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી પતિને તેના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધો છોડવા જણાવતા પતિ વધુ ગુસ્સે ભરાયો અને જો પત્ની સાથે રહેશે તો આત્મહત્યા કરી લઇશ તેવી વાતો કરવા લાગ્યો હતો.

પત્નીએ બોયફ્રેન્ડ બનાવી સુખ-દુઃખની વાતો કરતી

આ સમગ્ર ઘટના અંગે 181માં કોલ આવ્યો અને 181ની ટીમ દંપતિને મળવા પહોંચી હતી. સમજાવટનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન અનેક વિગતો બહાર આવી હતી. પત્નીને પતિ જરા પણ સારી રીતે રાખતો ન હતો. તથા નાની-નાની વાતો પર મારઝૂડ કરતો, ધમકાવતો અને ઝઘડો કરતો હતો. પતિથી નાખુશ પત્નીએ બોયફ્રેન્ડ બનાવ્યો અને તેની સાથે સુખ દુઃખની વાતો કરી પોતાની જાતને ખુશ રાખતી હતી.

પતિ અન્ય સ્ત્રીના પ્રેમમાં હતો

બીજી તરફ પતિ પણ અન્ય સ્ત્રીના પ્રેમમાં હોઇ તેની સાથે સતત ફોન અને ઓનલાઇન ચેટિંગમાં વ્યસ્ત રહેતો હતો. પોતાની પ્રેમિકા સાથે પ્રેમમાં મસ્ત પતિને જ્યારે પત્ની કંઇ કહેતી તો તે દુર્વ્યવહાર કરતો હતો. પત્નીનું રેકોર્ડિંગ પોતાના હાથમાં આવી જતા પતિ તેની સાથે વધુ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો અને ઘરમાંથી કાઢી મુકવાની વાતો કરવા લાગ્યો હતો. પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી અને પતિને સ્ત્રીમિત્ર સાથેના સંબંધો છોડવા જણાવતા પતિએ આ સંબંધો તો ચાલુ જ રહેશે તેવી વાત કરી હતી અને ઘરેથી કાઢી મુકીશ તેમ કહ્યું હતું.

2 કલાકની કાઉન્સેલિંગ બાદ પતિ-પત્ની સમજ્યા

181ના કાઉન્સેલર દ્વારા બંને બહાર પ્રેમ હૂંફ અને સમ્માન શોધવા ફાંફા મારવા કરતા સુખી લગ્ન જીવન માટે અને સંતાનોના હિતમાં એક બીજા સાથે પ્રત્યે વફાદાર રહી જીવનનો આનંદ માણવા સમજાવટ કરવામાં આવી હતી. 2 કલાક ઉપરાંત ચાલેલી આ કવાયતને કારણે પતિ પત્નીને પોતાની ભૂલો સમજાઈ અને એક બીજાને વફાદાર રહી પ્રેમપૂર્વક રહેવા તૈયાર થયા હતા. સમાધાનના અંતે પતિ પત્ની બન્નેની આંખમાં ઝળઝળિયા ઝળકી ઉઠ્યા હતા. પ્રેમ અને પશ્ચાત્તાપના આંસુમાં તમામ અણગમો અને વિવાદ વિસરાઈ ગયો હતો. પતિ પત્નીએ 181ના કાઉન્સેલરનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો