છેતરપિંડી:આણંદમાં ડમ્પર ભાડેથી લઈ બારોબાર સગેવગે કરી દેવાયું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિને 2.05 લાખનું ભાડું નક્કી કરાયું હતું એ પણ ના આપ્યું

વડોદરાના ઈસમનું ડમ્પર છ માસના ભાડાપટ્ટે લઈ આણંદના શખસે ડમ્પર બારોબાર સગવગે કરી દેતાં સમગ્ર મામલો આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. રસપ્રદ બાબત તો એ છે કે, મહિને રૂપિયા 2.05 લાખનું ભાડું નક્કી કરાયું હતું. એ પણ આણંદના ઈસમે આપ્યું નહોતું.

વડોદરાના સાવલી ખાતે રહેતા ધાર્મિક મહેશભાઈ સ્વામીનો મૂળ ઠાસરાના પરંતું હાલમાં આણંદ શહેરના સો ફૂટ રોડ પર રહેતા રીઝવાન હુસૈન વ્હોરા સાથે સંપર્ક થયો હતો. દરમિયાન, શખસે પોતાની ઓળખ ડમ્પર ભાડે ફેરવતો હોવાનું જણાવ્યું હતું. આ સમયે ધાર્મિકભાઈએ પણ પોતાની પાસેનું ડમ્પર તેને માસિક રૂપિયા 2.05 લાખના ભાડાપટ્ટે છ માસ માટે આપ્યું હતું. આ માટેનો કરાર પણ ગત 10મી જૂનના રોજ કરાયો હતો.

જોકે, આ વાતને ત્રણ માસનો સમય થવા આવ્યો હોવા છતાં અને એક પણ માસનું ભાડું ન ચૂકવતાં ધાર્મિકભાઈએ તપાસ હાથ ધરી હતી. જેમાં તેમનું ડમ્પર અને શખસનો કોઈ પત્તો લાગ્યો નહોતો. તથા તેનો ફોન પણ બંધ આવતો હતો. આમ, પોતાનું ડમ્પર સગેવગે થયું હોવાની જાણ થતાં તેમણે સમગ્ર મામલે આણંદ શહેર પોલીસ સ્ટેશને શખસ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...