• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand, The Couple Had A Headache Over The Purchase Of Clothes, The Husband Decided To Leave The House And Packed The Same, The Wife Enlisted The Help Of The 181 Team.

અંત ભલા તો સબ ભલા:આણંદમાં કપડાંની ખરીદી બાબતે દંપતિને માથાકૂટ થઇ, પતિએ ઘર છોડી દેવા નિર્ણય કરી સમાન પણ પેક કરી લીધો, પત્નીએ 181ની ટીમની મદદ લીધી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંપતિને દિવાળીમાં ખરીદી દરમિયાન કપડાંની પસંદગીમાં માથાકૂટ થઇ હતી
  • પત્નીએ 181 અભયમની મદદ લેતા ટીમે સ્થળ પર પહોંચી સમાધાન કરાવ્યું

આણંદમાં રહેતા દંપતિને દિવાળીમાં ખરીદી દરમિયાન કપડાંની પસંદગીમાં માથાકૂટ થઇ હતી. આ ઝઘડો લાંબો ચાલતા પતિએ ગુસ્સામાં આવી પત્નીનો સામાન ભરી તેને ઘર છોડી દેવા જણાવી દીધું હતું. આમ પતિ પત્નીના સામાન્ય બાબતોના વારંવારના ઝગડાને લઈ પતિએ ઘર છોડી જતા રહેવાનો મજબૂત નિર્ણય કહેતા જ પત્ની ગભરાઈ ગઈ હતી. આ અંગે પત્નીએ 181 અભયમની મદદ લેતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

ઘર સંસારની નોકઝોક ક્યારે ભારે ગંભીર પરિણામોમાં પરિવર્તિત થતી હોય છે. આવા કેસોમાં ઘર પરિવારને સમર્પિત સ્ત્રીઓએ વધુ માનસિક તણાવ અને અસલામતી અનુભવતી હોય છે. નોકરી અર્થે સતત ઘરથી દૂર રહેતા પતિના ઝગડા અને વારંવારની અપમાનિત વ્યવહારથી ત્રસ્ત આણંદની મહિલા હેલ્પ લાઈન ખાતે ફોન આવ્યો હતો. જેમાં પિડીતાએ જણાવ્યું હતું કે, પતિ બહુ જ હેરાન કરે છે અને ઘર છોડીને અને બાળકોને છોડીને ચાલ્યા જાય છે. આથી, 181 અભયમની વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને પીડિતાને મળ્યાં હતાં. જેમાં તેઓ એકદમ હતાશ જોવા મળ્યાં હતાં.

આ અંગે પીડિત મહિલાનું કાઉન્સિલ કરતા જાણવા મળ્યું હતું કે, દંપત્તિને લગ્નને આશરે બાર વર્ષ ઉપરાંત થઈ ગયા છે. પીડિતાના પતિ બહાર નોકરી કરતા હોય, ત્રણ - ચાર દિવસે ઘરે આવે છે. આ દરમિયાન પત્ની સાથે શાંતિથી વાત ન કરતા હોય અને વારંવાર ગુસ્સાપૂર્ણ વ્યવહાર કરતા હતા. આ વખતે પણ દિવાળી દરમિયાન ઘરે આવેલા છે જે દરમિયાન ઘર અને બાળકોની તેમજ કપડાંની ખરીદી કરવા બજાર ગયાં હતાં. જ્યાં કપડાની પસંદગી બાબતે ઝઘડો થયો હતો. જે ઝગડો રોજબરોજના કકળાટનું કારણ બની રહ્યો હતો. સામાન્ય બાબતોમાં પતિએ હરી ફરીએ મુદ્દો લાવી ઝગડો કરતા હોઈ અને ઝગડો વધુ ઉગ્ર બનતા અચાનક પતિએ ઘર છોડી ચાલ્યા જવાનો આખરી નિર્ણાયક નિર્ણય કરી અને સામાનનું પેકિંગ પણ કરી દીધું હતું. આ જોઈ પીડિતા ડઘાઈ અને ગભરાઈ ગઈ હતી.

પીડિતાએ ઘરસંસારની આ પીડા અંગે 181 પર મદદ માંગી હતી. આથી 181 અભયમની ટીમના કાઉન્સેલર દ્વારા પતિનું વધુ કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. પતિને ઘર પરિવારના મોભી તરીકે પત્નિ અને બાળકો સાથે સુમેળભર્યા અને લાગણીશીલ વ્યવહાર રાખવા સમજવાયું હતું.

આ ઉપરાંત કાયદાકીય સમજણ આપી અને ઘરમાં ગુસ્સો કર્યા વગર શાંતિથી રહેવા અને પત્ની અને બાળકોની જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે તે પણ અંગે પણ સમજણ આપી હતી. વાર તહેવાર અને ઉત્સવોના દિવસોની સામાન્ય મતભેદ લાંબા ગાળા ના મનભેદ ઉભા ન કરે તે માટે દંપત્તિને સાથે મળી જેવા તહેવારો બાળકો અને પરિવાર સાથે હળીમળીને ઉજવવા સમજાવ્યાં હતાં. આખરે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને બન્ને એકબીજા જોડે શાંતિથી રહેશે. તેવી બાહેધરી સાથે સમાધાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...