ગુજરાત બંધનો ફિયાસ્કો:આણંદમાં કોંગ્રેસના બંધના એલાનનો ભણકારો ના વાગ્યો, મોટાભાગના બજારો ખુલ્લા રહ્યાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસનો ગઢ ગણાતા મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનનો ફિયાસ્કો થયો હતો. આણંદ જિલ્લાના વિદ્યાનગર, આણંદ, ઉમરેઠ, સોજીત્રા, પેટલાદ અને બોરસદ સહિતના વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ ચાલું રહ્યું હતું. બજારો દૈનિક પદ્ધતિ મુજબ ખુલ્લા હતા અને ગ્રાહકી પણ બજારોમાં જોવા મળી હતી.

પૂર્વ પ્રમુખના મત વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો
આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ સંગઠનના આગેવાનો, પ્રદેશ કોંગ્રેસ સંગઠનના બંધના એલાનને સમર્થન આપવા માટે આણંદ ગ્રીડ ચોકડી તેમજ વિદ્યાનગરના વેપારી મિત્રોને કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરી હતી. જોકે, તેનો કોઈ જ પડઘો જણાયો નહોતો. જોકે, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના મત વિસ્તાર અંકલાવમાં બંધ ને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારમાં સંપૂર્ણ બંધ તો ઘણા વિસ્તારમાં બજારો ખુલ્લા જોવા મળ્યા હતા. જોકે, સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવાયો હતો. આ આંદોલન વધુ વકરે તે પહેલાં જ પોલીસે આગેવાન નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી.

બંધના એલાનને વેપારીઓએ નકાર્યું
કોંગ્રેસ દ્વારા અપાયેલ ગુજરાત બંધના એલાનને આણંદ જિલ્લાના વેપારીઓએ નિષ્ફળ બનાવ્યું હોવાનું જોવા મળ્યું હતું. કોંગ્રેસ આગેવાનો, નેતાઓ અને કાર્યકરો દ્વારા જાહેર રેલી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પણ કાર્યકરોની સંખ્યા નબળી રહી હતી. સમગ્ર આંદોલન દરમિયાન કોઈ જ અનિચ્છનીય બનાવ ન નોંધાતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપ્યું
આ તબક્કે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ શાસક પક્ષ વિપક્ષમાં હતો. ત્યારે કરેલ આંદોલન અને ચૂંટણી સભાઓમાં ભાજપની સરકાર આવશે તો 50 દિવસમાં મોંઘવારી ઘટાડવાના કરેલા વાયદા અને ભાષણોનો હવાલો આપી હાલની કેન્દ્ર રાજ્ય સરકારની નીતિઓ અને કાર્યપ્રણાલીને પરિણામે મોંઘવારી વધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...