• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand, The Businessman Fired The Young Man From His Job, The Man, Along With His Friends, Fatally Attacked The Businessman

જીવલેણ હુમલો:આણંદમાં વેપારીએ નોકરી પરથી યુવકને કાઢી મૂક્યો, મિત્રો સાથે મળીને શખ્સે વેપારી પર જીવલેણ હુમલો કર્યો

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના મધુભાન રિસોર્ટની બાજુમાં આવેલા વેપાર એકમને ત્યાં નોકરી કરતા યુવકને કોઇ કારણસર કાઢી મુક્યો હતો. આથી, તેણે તેના ત્રણ મિત્રો સાથે વેપારી પર હુમલો કર્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધ્યો હતો.

વડોદરાની ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહેતી જય કાન્તીભાઈ પટેલને શહેરના સોજિત્રા રોડ પર મશીનરીની કંપની આવેલી છે. તેમને ત્યા ઇમ્તીયાઝ રાઠોડ (રહે.નાપાડવાંટા) નોકરી કરતો હતો. જોકે, જય પટેલે કોઇ કારણસર ઇમ્તીયાઝ રાઠોડને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આથી, ઇમ્તીયાઝે 18મી નવેમ્બર,22ના રોજ બપોરના પોતાના ત્રણેક મિત્રો સાથે કંપની પર પહોંચ્યો હતો અને મને નોકરીમાંથી કેમ કાઢી મુક્યો ? તેમ કહી લોખંડની પાઇપથી જમણા હાથે તથા જમણો પગ ભાંગી નાંખ્યો હતો. જ્યારે બીજા ત્રણ ઇસમે ફિલ્મી ઢબે પકડી રાખ્યો હતો. આ અંગે જય પટેલે આણંદ શહેર પોલીસ મથકે ઇમ્તીયાઝ રાઠોડ સહિત ચાર શખસ સામે ફરિયાદ આપતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...