તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:આણંદમાં 18મીથી શાળાઓમાં ધો.6 થી 8ના વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ થશે

આણંદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાળાઅો દ્વારા ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા યથાવત રાખવાની રહેશે

આણંદ જીલ્લા શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવેલ કે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની સરકારની ગાઇડ લાઇન્સ મુજબ આણંદ જીલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ કુલ 574 અને નોન ગ઼ાન્ટેડ કુલ 280 પ઼ાથમિક શાળાઓ આવેલી છે.જેમાં સરકારી પ઼ાથમિક શાળાઓમાં 80 હજાર વિધાર્થીઓ અને નોન ગ઼ાન્ટેડમાં 13 હજાર ઉપરાંત વિધાર્થીઓને શિક્ષણ માટેના વર્ગો શરૂ કરી દેવામાં આવનાર છે.જો કે 18મીથી 6 થી 8 ધોરણના વર્ગો પુનઃ શરૂ કરાવામાં આવનાર હોવાથી શાળાઓમાં એસઓપીનું પાલન કરાવવામાં આવશે.

ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે, વિદ્યાર્થીઓના વાલી પાસેથી શાળાઓ ધ્વારા સંમતિપત્ર લેવામાં આવશે.કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવનાર છે.તેમજ કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગ ધ્વારા સુચનાઓ પણ આપવામાં આવી છે.

શાળાઅોમાં એસઓપીની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે.શાળાઓમાં બેચનું પણ ચુસ્ત પાલન શાળાઓએ કરવાનું રહેશે.શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા યથાવત રાખવાની રહેશે તેમ આણંદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો