તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નસિઝનને કોરોના નડી ગયો:આણંદ તાલુકામાં કોરોનાકાળમાં એક વર્ષ દરમિયાન 168 લગ્ન રજીસ્ટર થયા

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકામાં દર વર્ષે 800 થી વધુ લગ્નો થાય છે.
 • લગ્નસિઝન કેન્સલ થતાં રોજીરોટી છીનવાઇ : કેટલાંકને ધંધા બદલવા પડયા

આણંદ તાલુકા દરવર્ષે 800થી વધુ લગ્ન થતાં હતા.તેના કારણે હજારો લોકોને સીધી કે આડકતરી રોજી રોટી મળતી હતી.લગ્નસિઝનમાં આણંદ તાલુકામાં 3 થી 4 અબજનું ટનઓવર થતું હતું.પરંતુ કોરોના મહામારીના પગલે વર્ષ 2020-21માં લગ્નસિઝન ફેઇલ ગઇ હતી.તેના કારણે લાખો નો ફટકો પડયો છે. જયારે આ વર્ષ દરમિયાન આણંદ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં આ એક વર્ષમાં માત્ર 168 લગ્ન રજીસ્ટર થયા છે.આમ 168 લગ્ન રજીસ્ટર થતા અંદાજે 8 કરોડની બચત પણ પરિવારોને થઇ છે. આમ કોરોનાએ સમાજના કેટલાંક પરિવર્તન લાવી દીધા છે.તેના કારણે આર્થિક રીતે ફટકો પડયો છે.

ચરોતરમાં સામાન્ય એક લગ્ન પાછળ ત્રણથી ચાર લાખનો તેમજ મધ્યમવર્ગના લોકો 5 થી 10 લાખનો ખર્ચ કરતાં હોય છે. અમીરોની વાત જુદી છે. જેના કારણે આણંદ તાલુકામાં 40 કરોડનું ટનઓવર નાનામોટા વેપારધંધા થતું હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે મોટાભાગના લગ્ન બંધ રહ્યાં હતા. તેમજ સામાજીક અને ધાર્મિક કાર્યક્રમો મોકુફ રખાવામાં આવ્યા હતા. તેની અસર નાઇથી લઇને સોની બજાર સુધી પડી છે.

બેન્ડવાજા અને મ્યુઝીક પાર્ટીઓ ભારે ફટકો પડતાં કેટલાંક ધંધો બદલવાનો વખત આવ્યો છે. આમ લગ્ન સિઝન ફેઇલ જતાં 2020-21 માત્ર સરકારી ચોપડે 168 લગ્ન સાદગી પૂર્ણ રીતે પૂર્ણ થયા છે.તેના કારણે સામાન્ય મધ્યમ પરિવારોને ફાયદો થયો છે.તેની સાથે જોડાયેલા હજારો વ્યવસાય કારોને ભારે નુકશાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો