તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:આણંદમાં રેલવેના કાંસ પર દબાણના પગલે બે વોર્ડના રહિશો આવ્યા આમને-સામને

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંસની સફાઈનો મામલો આગામી દિવસોમાં ઉગ્ર બનવાના એંધાણ

આણંદ શહેરના ઇસ્માઇલનગર વિસ્તારમાંથી પસાર થતાં રેલવે કાંસ પર છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણીના નિકાલના મામલે વિવાદ ઉભો થયો છે. આ કાંસ પર દબાણના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી રહ્યાં છે. ખાસ કરીને વોર્ડ નં.4 અને 5ના રહિશો વચ્ચે વિવાદ થયો છે અને આ અંગે કલેક્ટરને રજુઆત કરી બન્ને વોર્ડના રહિશો વચ્ચે કાયદો અને વ્યવસ્થા ડહોળાય તે પહેલા પગલાં ભરવા માગણી કરી છે.

આણંદ શહેરના વોર્ડ નં.4માં આવેલી બિસ્મીલ્લા સોસાયટી, હજરત અલી પાર્ક, આશીયાના સોસાયટી, સરગ પૈગામ વિગેરે સોસાયટીના રહિશો રેલવેના કાંસ પર આડસ ઉભી કરવાના મુદ્દે પરેશાન છે. અહીં નજીકમાં વોર્ડ નં.5ની બીજી ઘણી સોસાયટી આવેલી છે, આ સોસાયટીના વિસ્તારોમાં પીવાના પાણીનો, ગંદા તથા વરસાદી પાણીના નિકાલની ઘણા વર્ષોથી સમસ્યા છે. આ સમસ્યાને લઇને વારંવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નનો કોઇ નિકાલ થયો નથી. ઉલ્ટાનું તંત્ર દ્વારા બાય બાય ચારણી, ઉસકે ઘર જેવો ઘાટ કરી દીધો છે. આ સમસ્યાના કારણે સોસાયટીના રહિશો વચ્ચે અંદરો અંદર ઝઘડા, મારામારી થતી રહે છે.

હાલ ચોમાસાની સીઝન શરૂ થઈ છે. સાર્વત્રિક વરસાદ થવાના કારણે વોર્ડ નં.4 અને 5માં વરસાદી પાણી ભરાવા લાગ્યાં છે. જેમ જેમ આગળ બાંધકામો થયા તેમ તેમ આગળનો કાંસ અધિકારીઓની રહેમ નજરે પુરાતા ગયા છે, જેથી વરસાદી તથા ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન કાયમ રહ્યો છે. હાલ વરસાદી પાણી ભરાયા છે, રહિશોના મકાનોની ગટર ઉભરાય ગઇ છે. જેના કારણે રોગચાળાની ભીતિ ઉભી થઈ છે.

આથી, વરસાદી પાણીના નિકાલ માટે વોર્ડ નં.5ના રહિશોએ તથા કાઉન્સીલર દ્વારા કાંસ સફાઇની ઝુંબેશ ઉપાડી છે અને તે માટે 30મી જૂનના રોજ સામુહિક સફાઇનું કામ કરવા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે આ લોકો વરસાદી તથા ગંદા પાણીનો નિકાલ સોસાયટીમાં કરવા માંગી રહ્યાં છે. આ માટે વોર્ડ નં.5ના રહિશોમાં સોશ્યલ મિડીયામાં મેસેજ ફરતાં કર્યાં છે.જે કારણે ભયનું વાતાવરણ ઉભુ કરવા પ્રયત્નો થઇ રહ્યાં છે.

જો આ વોર્ડ નં.5ના રહિશો તથા કાઉન્સીલર 30મી જૂનના રોજ સામુહિક કાંસ સફાઇનું કામ કરવા નકકી કર્યું તે કરવામાં ફાવી જાય તો વોર્ડ નં.4ની સોસાયટીઓ પાણીમાં ડૂબી જાય તેમ છે અને ઘરોમાં વરસાદી તથા ગંદુ પાણી ભરાય જાય તેમ છે. લોકોને ઘરોમાં રહેવું મુશ્કેલ થઇ પડે તેમ છે. આથી, તેઓને તેમ કરતા અટકાવવા ખાસ જરૂરી છે. જો અટકાવવામાં ન આવે તો સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેમ છે. આથી, 30મી જૂનના રોજ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ઘટતી કાર્યવાહી કરવા વોર્ડ નં.4ના રહિશો દ્વારા માગણી કરવામાં આવી છે.

ફરિયાદ નિકાલના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવે છે

અરજદાર ઇમરાન બી. રાઠોડે જણાવ્યું હતું કે, ફરિયાદ નિવારણમાં ઘણી વખત પ્રશ્ન ઉપસ્થિત થઇ ચર્ચા કરવામાં આવી છે. પરંતુ તેમાં માત્ર કાગળના ઘોડા દોડાવ્યા સિવાય આજદીન સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. પાલિકા દ્વારા ઘણા સમય પૂર્વે કાર્યવાહી હાથ ધરાઇ હતી, પરંતુ માત્ર કાગળ પર જ છે.

અન્ય સમાચારો પણ છે...