પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ:આણંદમાં પરિણીતા પિયર જતા ઉશ્કેરાયેલા પતિ અને જેઠ-જેઠાણીએ માર માર્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહેનને જુડવા દિકરી જન્મતા કામકાજ અર્થે પિયર જતાં પતિ ઉશ્કેરાયો

આણંદ શહેરની સાગર સોસાયટીમાં રહેતી પરિણીતા તેની બહેનની ખબર પુછવા પિયર જતાં તેના પતિ અને જેઠ - જેઠાણી ઉશ્કેરાઇ ગયાં હતાં અને મારમાર્યો હતો. આ અંગે આણંદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદની સાગર સોસાયટીમાં રહેતા ઇરશાદ અલીયાર ખાન પઠાણ ઇન્સ્યોરન્સનું કામ કરે છે. તેમના પત્ની આશીફાનું પિયર નજીકમાં જ ભાલેજ ઓવરબ્રિજ પાસે બીલાલનગરમાં થાય છે. આશીફા 12મી મેના રોજ સાંજના તેમના મોટા બહેન અનીશાને જુડવા દીકરી થતાં પિયરમાં કામકાજ અર્થે ગયાં હતાં અને રાત્રે દસેક વાગ્યે ઘરે પરત ફર્યાં હતાં. આ સમયે તેના જેઠ મુજફ્ફર અલીયાર પઠાણ અને જેઠાણી ખદીજા પઠાણ ઉશ્કેરાઇ ગયાં હતાં અને તારે ઘરે આવવું નહીં, તું તારા પિયર જતી રહે તેમ કહી માર્યો હતો. આ સમય દરમિયાન ઇરશાદ પણ આવી ગયો હતો અને આશીફાને માર મારવા લાગ્યો હતો. જોકે, બુમાબુમથી આસપાસના લોકો આવી જતાં છુટા પડાવ્યાં હતાં અને આ અંગે આશીફાએ પતિ, જેઠ અને જેઠાણી સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...