તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટી કારણોસર બદલી:આણંદ પાલિકામાં કર્મચારીની COએ બે વખત બદલી કરી

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય 7 કર્મીઓની પણ વહીવટી કારણોસર બદલી કરી

આણંદ પાલિકામાં ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જુદાજુદા વિભાગોમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓની બદલીઓ કરી છે. જેમાં ટી.પી.વિભાગમાં સીની.આસી.તરીકે ફરજ બજાવતા જયેશભાઈ વાધેલાને હેડ કલાર્કની જગ્યાની તમામ કામગીરી ઓ.એસ.ની સુચના મુજબ હાલના ચાર્જ ઉપરાંતની જવાબદારીઓ સોંપવામાં આવી છે. પાલિકામાં ટેક્ષ રિકવરી વિભાગના હિતેશકુમારને શોપ ઈન્સ્પેકટરની જગ્યાની તમામ કામગીરી કરવાની રહેશે.

શોપ ઈન્સ્પેકટર પિયુષકુમારની સેનેટરી કલાર્ક જગ્યાની કામગીરી સોંપવામાં આવી, જન્મ મરણ વિભાગના કલાર્ક પિયુષભાઈ ગોહિલની નાગરિક સુવિધા કેન્દ્રમાં બદલી કરાઈ, વેરા વસુલાતમાં ફરજ બજાવતા સતીષકુમાર પટેલની ઢોર ડબ્બા વિભાગમાં અને બાકરોલ ઝોન ઓફિસના પરેશભાઈ મિસ્ત્રીની દવાખાના વિભાગ અને બાકરોલ ઝોન વિભાગમાં ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવશે.

વહીવટી કામગીરી સરળતા રહે તેવા હેતુથી બદલીઓ કરાઈ
આણંદ પાલિકામાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી રહેલા સાત જેટલા કર્મચારીઓની વહીવટી કામગીરી સરળતા રહે તેવા હેતુથી બદલીઓ કરવામાં આવી છે. જો કે નાગરિક સુવિધા કેન્દ્રમાં ફરજ બજાવતા કૌશિક ગોરની બાંધકામ વિભાગમાં બદલી કરી હવે જન્મ મરણ વિભાગમાં બદલી કરાઈ છે. > ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, આણંદ નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...