આણંદ શહેરના મધ્યમાં વણવહેચાઈ 9 ગુંઠા જમીનમાં 5 ગુંઠા જમીન કુટુંબીજનોએ જ બારોબાર વેચી દીધી હોવાનો મામલો બહાર આવ્યો છે. આ અંગે જમીનના વારસદારે આણંદ શહેર પોલીસ મથકે કુલ સાત વ્યક્તિ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના નાના અડદ ખાતે રહેતા નવીનચંદ્ર છોટાભાઈ પટેલના વારસાની જમીન ટીપી સ્કીમ નંબર-1માં આવેલી છે. આ જમીન કસુજીદાદાના વારસદારોની સંયુક્ત વણ વહેંચાયેલી માલીકોની મિલકત છે. આમ છતાં કુટુંબના જ નયનાબહેન હરિભાઈ પટેલ (રહે.રામનગર), જાગૃતિબહેન હરિભાઈ પટેલ (રહે.લીંબાસી), અંજેશ હરિભાઈ પટેલ (રહે.યોગી તિલક સોસાયટી, આણંદ)એ ભેગા મળી પાવર કરી આપી મુકેશ હરિભાઈ પટેલ, અંજેશ હરિભાઈ પટેલ (રહે.યોગીતિલક સોસાયટી, આણંદ)એ જાતે પોતાનો હિસ્સો નક્કી કરી કુલ 9 ગુંઠામાંથી 5 ગુંઠા જેટલી જમીનનો વેચાણ દસ્તાવેજ સ્નેહલ મણીભાઈ પટેલ (રહે.ઉમલાવ, તા. બોરસદ)ને કોઇ પણ સહમાલીકની સંમતિ વગર જ 13મી ડિસેમ્બર,2019ના રોજ મિતેશ નગીનભાઈ પટેલ (રહે.અક્ષર ફાર્મ, આણંદ), ઇબ્રાહીમ રાયસંગ રાણા (રહે.નાપા મસ્જીદ પાસે) સાક્ષી તરીકે સહીઓ કરી હતી.
પૂર્વ આયોજીત કાવતરૂં રચી સર્વે નં.915 ટીપી 1નો ફાયનલ પ્લોટ નં.128ની જેનું કુલ ક્ષેત્રફળ 905.0312 વાળી જમીનમાંથી 505/0.0312 ચોરસ મીટર જેટલો પોતાની જાતે હિસ્સો નક્કી કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી નાંખ્યો હતો. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મુકેશ હરિભાઈ પટેલ, અંજેશ હરિભાઈ પટેલ, નયનાબહેન હરિભાઈ પટેલ, જાગૃતિબહેન હરિભાઈ પટેલ, સ્નેહલ મણીભાઈ પટેલ, મિતેશ નગીનભાઈ પટેલ અને ઇબ્રાહીમ રાયસંગ રાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.