તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવજીવન:આણંદમાં પરપ્રાંતિય મહિલાની 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાઈ, માતા અને બાળકની સ્થિતિ સારી

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમયસૂચકતા દાખવતા મહિલા અને બાળક બન્નેનો જીવ બચ્યો
 • ઈએમટીએ તાલિમ દરમિયાન શીખેલી ફીઝીશીયનની સલાહ મુજબ સફળ પ્રસુતિ કરાવી

આણંદ તાલુકાના સુંદણ ગામ નજીક ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા પરિવારની મહિલાને પ્રસવની પીડા ઉપડી હતી. જેથી તેને 108ની એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ મહિલાને હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસવ પીડા અસહ્ય થવા પામી હતી. 108ની ટીમે તરત જ તેના નિદાન અર્થે તપાસ હાથ ધરી અને તેમાં જાણવા મળ્યું કે, બાળકના ગળાના ભાગે નાળ વીંટાઇ ગઇ છે. જેથી તેમણે સમયસૂચકતા દાખવીને મહિલાની પ્રસૂતિ 108માં જ કરી દીધી અને બાળકનો જીવ બચાવ્યો હતો. તત્કાલ નિદાન પછી બાળક અને તેની માતાને પ્રાથમિક સારવાર આપીને વધારે નિદાન માટે વાસદાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

108માં જ કરાઈ મહિલાની જટીલ પ્રસુતિ

મહિલાને અતિશય પીડા થતા તાત્કાલિક 108ની એમ્બ્યુલન્સને તેના કર્મચારીઓએ રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. અને ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગર્ભમાં રહેતા બાળકના ગળાની આસપાસ નાળ વીંટળાઈ ગઈ છે અને જો તાત્કાલિક પ્રસુતિ કરાવામાં નહિં આવે તો આ બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે તેવી સંભાવનાઓ હતી. જેથી તેઓએ તાત્કાલિક ધોરણે મહિલાની રસ્તામાં એમ્બ્યુલન્સ વાનમાં જ જટીલ પ્રસુતિ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. જેમાં ઈએમટી કમલેશે તાલિમ દરમિયાન શીખેલી ફીઝીશીયનની સલાહ મુજબ સફળ પ્રસુતિ કરાવી બાળક અને માતા બંનેનું જીવન બચાવ્યું હતું. ત્યારબાદ માતા અને બાળક બંનેને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર અર્થે વાસદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો