તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ -કોગ્રેસના 98 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. જેમાં 37 ઉમેદવારો સ્નાતક કે તેથી વધુ ભણેલા છે. ધો 12 સુધી અભ્યાસ કરનાર 14 ઉમેદવારો મેદાનમાં છે. જયારે ધો-10 સુધીનો અભ્યાસ કરનાર 16 ઉમેદવારો છે. ધો 10 થી ઓછુ ભણેલા 17 ઉમેદવારો છે.જયારે એક ઉમેદવાર અભણ છે.જયારે એક ઉમેદવાર ફકત ધો-1 ભણેલ છે. જેમાં 20 જેટલી મહિલા ધો-12થી ઓછો અભ્યાસ ધરાવે છે.
કોંગ્રેસમાં ધો 12થી ઓછો અભ્યાસ ધરાવતા 23 અને ભાજપમાં 14 ઉમેદવારો છે. આમ નગરપાલિકાનું સુકાન સંભાળનારનો અભ્યાસ ધ્યાને લેવામા આવ્યો નથી.માત્ર પક્ષના કાર્યકરો છે અને તેની સમતા જોઇને ટીકીટ આપવામાં આવે છે. પરંતુ તે ખરેખરવહીવટી કરી શકશે કેમ તે અંગે કોઇ વિચાર કરવામા આવ્યો નથી. નગરાપાલિકા દરવર્ષે કરોડોનુ બજેટ મંજુર કરવાનું હોય છે.વિકાસના કામોમાં નાંણાની ફાળવણી કરવાની હોય છે.
ધો-07થી ઓછુ ભણેલા કોંગ્રેસમાં 5 અને ભાજપ 4 ઉમેદાવારો ઉભા રહ્યા
આણંદ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ 48 ઉમેદવારો મેદાનમાં છે.જેમાં 22 મહિલા ઉમેદવારો છે. જેમાંથી ધો-07થી ઓછુ ભણેલી 5 મહિલા ઓ છે જયારે ભાજપમાં ચાર ઉમેદવારો ધો-07થી ઓછું ભણેલા છે.
ભાજપે 6 બીએસી થયેલા અને 6 બીકોમ ભણેલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
ભાજપ પોતાના 50 ઉમેદવારોમાં બીએસસીનો અભ્યાસ કરેલા 6 ઉમેદવાર,બીકોમનો અભ્યાસ કરેલા 7 અને એલએલબી કરેલા 2 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મહિલા ઉમેદાવરોમા બીઇ ઇલેકટ્રોનિક થયેલી, બે એમએ થયેલી અને બીઇ કોમ્પ્યુટર થયેલી મહિલા છે.જયારે 10થી ઓછુ ભણેલા 7 ઉમેદવારો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.