• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand, Land building Deals Declined But Revenue Increased, With The System's Revenue Surpassing Last Year's Revenue In Just Eight Months This Year, With Buyers Paying Rs 60 Crore By August 2021.

સોદા ઘટ્યા પણ આવક વધી:આણંદમાં જમીન-મકાનના સોદા ઘટ્યા પણ આવક વધી, ચાલુ વરસે માત્ર આઠ મહિનામાં જ તંત્રની આવક ગત વર્ષની આવકને આંબી ગઇ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વરસે 13 હજાર 875 દસ્તાવેજમાંથી 59.99 કરોડ મળ્યાં હતાં
  • ચાલુ વરસે 10 હજાર 988 દસ્તાવેજમાંથી 60.35 કરોડની આવક થઇ

આણંદ શહેર અને તાલુકામાં કોરોના કાળમાં પણ મબલખ રકમના જમીન મકાનના સોદા થયા છે તેમજ ચાલુ વર્ષે પણ બીજી લહેરમાં પણ આ સોદા અટક્યા નથી.કોરોના કાળમાં સામાન્ય વેપારીઓ અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારે પણ જમીન મકાન લે વેચમાં તેજી હતી અને હાલ ચાલુ વરસે પણ જમીન અને મકાનના સોદામાં તેજી જોવા મળી રહી છે.

આણંદ શહેર અને તાલુકામાં ગત વરસ કરતાં ચાલુ વરસે માત્ર આઠ મહિનામાં જ તંત્રની આવક ગત વર્ષની આવકને આંબી ગઇ છે. ગયા વરસે 12 મહિના દરમિયાન કુલ 59.99 કરોડની આવક થઇ હતી. જ્યારે ચાલુ વરસે આઠ મહિનામાં જ 60.35 કરોડની આવક થઇ છે. જોકે, ગયા વરસે કોરોનાકાળમાં લોકડાઉનના પગલે એપ્રિલ માસમાં એક પણ દસ્તાવેજ નોંધાયો નહતો. પરંતુ તંત્રના દાવા મુજબ અનલોક દરમિયાન પડતર તમામ દસ્તાવેજો થયાં હતાં.

આણંદ શહેર અને આસપાસના વિસ્તારના વિકાસ સાથે જમીન અને મકાનના સોદાનું પ્રમાણ વધ્યું છે. તેમાંય કોરોના કાળ દરમિયાન બાંધકામ ઉદ્યોગને ફટકો પડ્યો હતો. પરંતુ જેમ જેમ સ્થિતિ થાળે પડતી જાય છે, તેમ તેમ તેજી આવી રહી છે અને દસ્તાવેજોની નોંધણી પણ પુરબહારમાં થઇ રહી છે.

સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ગત વરસ કરતાં સોદાની સંખ્યા ઓછી હોવા છતાં આવક વધી છે. 2020માં કોરોના કાળ દરમિયાન એપ્રિલ મહિનામાં જ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે આ મહિનામાં એક પણ દસ્તાવેજ થયો નહતો.

બાદમાં સ્થિતિ હળવી થતાં અનલોક જાહેર કરતાં સોદા થતાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ થઈ હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, કોરોના પહેલા મહિનામાં સરેરાશ સાડા પાંચ કરોડની આવક હતી, તેની સામે કોરોના બાદ સરેરાશ સાડા છ કરોડની આવક તંત્રને થઇ છે. આમ, કોરોના બાદ પણ જમીન – મકાનનું ખરીદ વેચાણ વધ્યુ છે. જેનાથી તંત્રને આવક પણ વધી છે.

માર્ચ-2021માં બે હજાર ઉપરાંત દસ્તાવેજમાં તંત્ર 17 કરોડ કમાયું

આણંદ શહેર – તાલુકામાં કોરોના બાદ જમીન-મકાનના સોધા વધ્યાં છે. દર મહિને સરેરાશ હજારથી દોઢ હજાર દસ્તાવેજો સબરજીસ્ટ્રારમાં નોંધાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, માર્ચ-2021માં અચાનક દસ્તાવેજોની સંખ્યા વધી ગઈ હતી. આ મહિને બે હજાર દસ્તાવેજ થયાં હતાં. જેમાંથી તંત્રને 17 કરોડ ઉપરાંતની આવક થઇ હતી.એ નોંધનીય બાવતે છે કે મલેતુજારો અને નોકરિયાત વર્ગ આ દિવસોમાં ઇન્કમટેક્સ સેટલમેન્ટ કરતા હોવાથી વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરતા હોય છે.જે અનુસંધાને આ માર્ચ માસમાં વધુ સોદા થયા હોવાનું ગણિત માંડી શકાય છે.

કોરોનાનો પ્રભાવ ઘટતા માર્કેટ ઉચકતા ઊંચી કિંમતે સોદા થયા

મહત્વનું છે કે, ગત વર્ષે કોરોના કાળમાં દસ્તાવેજોની સંખ્યા વધી છે જ્યારે સ્ટેમ્પ ડ્યુટીની આવક નીચી છે.જ્યારે ચાલુ વર્ષે દસ્તાવેજોની સંખ્યા નીચી છે જ્યારે સ્ટેમ્પ ડ્યુટીની આવક વધુ છે.આ પરિસ્થિતિ જોઈ જાણકારો અંદાજ લગાવી રહ્યા છે કે ગત વર્ષે નીચા ભાવે વધુ સોદા થયા હશે જ્યારે ચાલુ વર્ષે કોરોના નો પ્રભાવ ઘટતા માર્કેટ ઉચકતા ઊંચી કિંમતે સોદા થયા હોઈ દસ્તાવેજો ઓછા અને સ્ટેમ્પ ડ્યુટી વધી હોવી જોઈએ.

આણંદમાં છેલ્લા પોણા બે વર્ષમાં થયેલા દસ્તાવેજો અને આવક

વર્ષ 2020

મહિનોદસ્તાવેજની સંખ્યાઆવક
જાન્યુઆરી14045,62,30,240
ફેબ્રુઆરી14465,92,86,108
માર્ચ10905,10,16,357
એપ્રિલ00
મે2531,36,24,900
જૂન10535,69,57,232
જુલાઇ14365,46,15,117
ઓગષ્ટ12425,23,48,434
સપ્ટેમ્બર14725,95,52,613
ઓક્ટોમ્બર14746,60,40,184
નવેમ્બર14646,87,71,996
ડિસેમ્બર15416,15,24,049
કુલ13,87559,99,67,230

વર્ષ 2021

મહિનોદસ્તાવેજની સંખ્યાઆવક
જાન્યુઆરી13885,31,55,925
ફેબ્રુઆરી14388,30,53,221
માર્ચ201817,48,36,594
એપ્રિલ10565,94,83,850
મે8894,74,37,070
જૂન13615,64,57,147
જુલાઇ15037,15,18,334
ઓગષ્ટ13356,23,52,352
કુલ10,98860,82,94,493

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...