આશા પર પાણી ફરી વળ્યું:આણંદમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ન મળતાં નિરાશા, પશુ મૃત્યુ સહાય 2 લાખ ઉપરાંતની ચૂકવાઈ

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકશાની હોવું જોઈએ, સર્વેમાં માત્ર 10થી 15 ટકા નુકશાનનો અંદાજ મંડાયો
  • જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં કુલ આઠ પશુઓના મોતની સહાય ચૂકવાઈ

આણંદ જિલ્લામાં ગયા મહિને ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાના કારણે બાજરી સહિત અનેક પાકને ભારે નુકશાન થયું હતું. આ સમયે ખેડૂતોને સરકાર તરફથી થોડી ઘણી સહાયની આશા હતી, પરંતુ સરકારે આ આશા પર પાણી ફેરવી દીધું છે. નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકશાન હોય તેને જ સહાય ચુકવવા પાત્ર છે. જ્યારે જિલ્લામાં સર્વે દરમિયાન માત્ર 10થી 15નો અંદાજ માંડતા સહાય મળવા પાત્ર ન હોવાનું સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં ખેતીપાકમાં થયેલા નુકશાનમાં ભલે રાહત ચુકવાઇ નથી, પરંતુ પશુપાલકોને રૂા.2.12 લાખની સહાય ચુકવવામાં આવી છે. જેમાં તારાપુરમાં 04 ,ખંભાતમાં 01,સોજીત્રામાં 01, પેટલાદમાં 01 અને ઉમરેઠમાં 01 પશુ મૃત્યુની સહાય ચૂકવાઈ છે. ગત માસે આવેલા તાઉ-તે વાવાઝોડામાં ખેતીપાકને વ્યાપક નુકશાન થયું હતું. સરકારના ધારા ધોરણ મુજબ 01 હેકટર દીઠ 33 ટકા કે તેથી વધુ નુકશાન હોય તેવા જિલ્લાઓને સહાય માટે પસંદગી કરવામાં આવી છે.

આ અંગે આણંદ જિલ્લા ખેતી નિયામક ચિંતન પટેલના જણાવ્યા મુજબ જિલ્લામાં હાથ ધરાયેલા સર્વેમાં ખતી પાકોનેમાત્ર 10થી 15 ટકા જેટલુ જ નુકશાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જે મુજબ સરકારની માર્ગદર્શિકા મુજબ આણંદમાં ખેતીપાકના નુકશાનમાં ખેડૂતને સહાય મળવા પાત્ર નથી.

અલબત્ત, વાવાઝોડા દરમિયાન ઝાડ પડવાની કે પશુઓના શેડ ક્ષતિ ગ્રસ્ત થવાની ઘટનાઓ બની હતી. જેમાં છ જેટલા પશુપાલકોના 08 પશુઓના મૃત્યુ થયા હતા. ખેતીપાલકના નુકશાનથી વંચિત આવા 06 ખેડૂતોને પશુ મૃત્યુ સહાય પશુપાલન વિભાગે કરી છે.

આ અંગે આણંદ જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારી ડો. સ્નેહલભાઈ પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વાવાઝોડામાં મૃત્યુ પામેલા પશુઓમાં દુધાળા પશુઓ માટે 30 હજાર અને પાડી વાછરડાં માટે 16 હજાર રૂા. સહાય નકકી કરવામાં આવી હતી. જે અંતર્ગત તારાપુર, ખંભાત, સોજીત્રા, પેટલાદ અને ઉમરેઠના 06 પશુપાલકોને 08 પશુઓ માટે મૃત્યુ સહાય ચુકવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...