તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદમાં દર 21એ 1 રેપીડ ટેસ્ટ, 100એ 1 પોઝિટીવ

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
દિવાળી બાદ કોરોના સંક્રમણ વધતાં રેપીડ ટેસ્ટની કામગીરી વધારી દેવામાં આવી છે. - Divya Bhaskar
દિવાળી બાદ કોરોના સંક્રમણ વધતાં રેપીડ ટેસ્ટની કામગીરી વધારી દેવામાં આવી છે.
 • છેલ્લા એક સપ્તાહમાં શહેરના મુખ્ય ચાર એન્ટ્રી પોઇન્ટ પર 400થી વધુના રેપીડ ટેસ્ટ કર્યા
 • એક પણ પોઝિટીવ આવ્યો નથી

કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજય સરકારે દરેક જિલ્લામાં એન્ટીજન્સી ટેસ્ટ(રેપીડ) કરવા જણાવ્યું હતું. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે માસથી એન્ટીજન્સી ટેસ્ટની કામગીરી પૂર જોશમાં હાથધરવામાં આવી હતી.જે અંતર્ગત આણંદ જિલ્લાની 21 લાખની વસ્તી સામે અત્યાર સુધીમાં 1.03 લાખ એન્ટીજન્સી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આમ જિલ્લામાં દર 21 વ્યકિતએ 1 વ્યકિતનો એન્ટીજન્સી ટેસ્ટ કરીને કોરોના સંક્રમણને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જેમાંતી 1150 લોકોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હતા.

જયારે આજે આણંદ સબજેલમાં આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન્સી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં 65 જેટલા કાચા કામના દર્દીઓનો રેપીડ ટેસ્ટ કરતાં તેમાંથી 5 પોઝિટીવ કેસ મળ્યા છે. આણંદ શહેર સહિત તાલુકામાં 15 હજારથી વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.જયારે જિલ્લાના 52 પીએચસી કેન્દ્ર અને 6 સીએચસી કેન્દ્ર પર રેપીડ ટેસ્ટની કામગીરી હાથધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1.03 લાખના રેપીડ ટેસ્ટની કરવામાં આવ્યા છે. દિવાળી બાદ કોરોના સંક્રમણ વધતાં રેપીડ ટેસ્ટની કામગીરી વધારી દેવામાં આવી છે.

અગાઉ દૈનિક 800 રેપીડ ટેસ્ટ થતાં હતા.હાલમાં દૈનિક 1100 વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત આરટીપીએસ ટેસ્ટ કરવામાં આવી રહી છે. ત્યારે સામાન્ય માનવીઓ આરોગ્ય વિભાગને સહકાર આપવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું જોઇએ તેમ જાગૃત નાગરિકોએ જણાવ્યું છે.

ચાર એન્ટ્રી પોઇન્ટ પર 10 દિવસમાં 500 વધુ વાહન ચાલકોના ટેસ્ટ કરાયા
આણંદ શહેર અને તાલુકામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે બહારના જિલ્લામાંથી વાહન લઇને આવતાં વાહનચાલકો રેપીડ ટેસ્ટ કરવા માટે સામરખા ચોકડી,બોરીઆવી ચોકડી,વાસદ ટોલ નાક અને આણંદ બસ સ્ટેશનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.10 દિવસમાં 550થી વધુ વાહન ચાલકોના એન્ટીજન્સી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીમાં એક પણ પોઝિટીવ કેસ મળ્યો નથી.ગુરૂવારના રોજ બોરીઆવી નર્સરી પાસે 8,સામરખા ચોકડી પાસે 9, વાસદ ચોકડી પાસે 7 અને આણંદ બસ સ્ટેશન પાસે 29 વાહનચાલકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો