તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં આજે કોરોનાના નવા 3 કેસ, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20 પર પહોંચી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 9619 નાગરિકોનું રસીકરણ કરવામા આવ્યું

આણંદ જિલ્લામાં ગઈકાલે હરખ નો દિવસ હતો.ગઈકાલે એકપણ કોરોના સંક્રમિત દર્દી નહિ નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.ત્રણ માસ બાદ આ સ્થિતિ નિર્માણ થતા આણંદવાસીઓમાં ખુશીની લહેર હતી.જોકે આજે કોરોના સંક્રમણના નવા 3 કેસ નોંધાયા છે.આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 20 છે.જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની કામગીરી અપૂરતા વેકસીન જથ્થાને કારણે અટવાઈ છે. જિલ્લામાં નાગરિકોના મહારસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ ચુક્યો હોઇ આજે કુલ માત્ર 9619 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર ગઈકાલે કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો પોઝિટિવ દર્દીઓનો આંક 0 (શૂન્ય) રહ્યો હતો જે આજે 3 થયો છે.દૈનિક સંક્રમિતોની ઘટતી અને સંખ્યા ને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે.જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે.આ સાથે જ અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9586 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9518 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 48 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 11 ની હાલત સ્થિર છે.6 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 1 દર્દીઓ બાયપેય ઉપર અને 2 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.10 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 1 અપરા હોસ્પિટલમાં 3 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 14 દર્દીઓ સારવાર હેઠળ છે.6 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...