કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં આજે નવા 29 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 150ને પાર થયો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોન ના 7 દર્દી સાજા થયા કુલ 13 એક્ટિવ કેસ

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે અને પરિસ્થિતિ વણસી રહી છે. રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના સંક્રમણ નાગરિકોને સખ્ત રીતે ભરડે લઈ રહ્યો છે. આજે જિલ્લામાં કોરોના સંક્રમણ નવા 29 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 152 થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનનો કેસની સંખ્યા શૂન્ય છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર 2022 નવાવર્ષના પ્રથમ દિવસે ગઈકાલે 39 કેસ બાદ આજે પણ નવા 29 કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી 152 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા નાગરિકોની બેદરકારી અને રાજકીય પક્ષો અને આગેવાનોની જાહેર બેજવાબદારીને કારણે કોરોના ફૂલીફાલી રહ્યો છે.

મહત્વનું છે કે આણંદ તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 33 દર્દીઓ હતા આજે પણ 26 દર્દી નવા નોંધાયા છે . જ્યારે પેટલાદ ,બોરસદ અને સોજીત્રા તાલુકામાં અનુક્રમે એક એક દર્દીઓ નોંધાયા છે.ઓમિક્રોનની માહિતી જોઈએ તો આજે ઓમિક્ર્રોન નવો એકપણ કેસ નોંધાયો નથી.જ્યારે 7 દર્દી સાજા થયા હોઈ તેઓને રજા આપી દેવાઈ છે.જોકે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓનો કુલ એક્ટિવ કેસ નો આંકડો 13 સુધી પહોંચ્યો છે.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9834 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9632 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.હાલ 10 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે 8 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ 134 સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.1 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...