તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના આજે નવા માત્ર 26 કેસ સામે આવતા એક્ટિવ કેસ 176 થયા

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 118 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હારી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતોનો આંકડો 26 એ પહોંચ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 171 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યાં છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 176 છે. જિલ્લામાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં આજે કુલ 8184 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 26 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી. જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 9437 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9214 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47 નોંધાયો છે.

5 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે

આણંદ જિલ્લામાં હાલ 176 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 46ની હાલત સ્થિર છે. 112 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 10 દર્દીઓ બાયપેય ઉપર અને 8 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યાં છે. 56દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 2 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પિટલમાં, 8 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 171 દર્દીઓ સારવાર હેઠળ છે. 5 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...