તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આણંદ જિલ્લામાં મા કાર્ડ તૈયાર કરતાં યુવકોને છૂટા કરાતા કામગીરી અટકી

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ જનતાને મા કાર્ડ વિના મફત સારવાર ન મળતાં જીવ જોખમમાં મુકાયા

આણંદ જિલ્લામાં મા કાર્ડની કામગીરી માટે કિઓસ્ક કોન્ટ્રાકટ અપાયો હતો. રાજયમાં કોન્ટ્રાકટર પર 500 વધુ યુવક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતાં હતા. જો કે અચાનકજ કોઇ પણ જણ કર્યા વગર ઓપરેટરોને ઘરે બેસાડી દીધા છે. આણંદ જિલ્લાના 8 તાલુકામાં મા કાર્ડની કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટ બેજના યુવકોનો કોન્ટ્રાકટર પુર્ણ થયો ન હોવા છતાં કોઇ પણ જાતની જાણ કર્યા વગર છૂટા કરી દેવાતા મા કાર્ડ કઢાવવા માટે અરજદારોને મુશ્કેલીઓ પડી રહી છે. હાલ મા કાર્ડ અંગે પુછવામાં આવે તો આરોગ્યલક્ષી સેવા માટે અહીં લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં હાલ આંકલાવ તેમજ તાલુકાના ગરીબ લોકો માટે મા-કાર્ડ આશીર્વાદરૂપ છે.

નવા મા-કાર્ડ ઉપરાંત કાર્ડના રિન્યુઅલની કામગીરી સરકારી હોસ્પિટલમાં તાલુકા આરોગ્ય કચેરીમાં કરાઇ રહી હતી. પરંતુ એક માસથી નવા મા-કાર્ડ અને રિન્યુઅલની કામગીરી ઠપ થઈ છે. આ અંગે તાલુકા આરોગ્ય કચેરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઇ છે પરંતુ આંકલાવ તાલુકામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી મા-કાર્ડની કામગીરી બંધ થતા છેવાડાના ગામેથી આવતા લોકો અટવાઈ રહ્યા છે.

સરકારી હોસ્પિટલમાં મા કાર્ડની કોઈ વ્યવસ્થા નથી
છેલ્લા એક મહિનાથી માં કાર્ડ રિન્યુ કરાવવા માટે આંકલાવના ધક્કા ખાવ છું અંદર સાહેબને વાત કરીએ તો એવું જણાવે છે કે હાલ બોરસદનો ચાર્જ છે માટે તમે ત્યાં જઈ આવો બોરસદ જઈએ તો ત્યાં કહે છે આંકલાવની અહીં નહિ થાય તમે આણંદ જતા રહો આણંદ જઈએને જોયું તો ત્યાં એવું જણાવ્યું કે ઓપરેટરોનો હડતાળ છે છેલ્લા એક મહિનામાં ધક્કા ખાઈને થાક્યો પરંતુ કાર્ડ રિન્યુ ન થયું. > જગદીશભાઈ તળપદા, રહેવાસી, આંકલાવ

અન્ય સમાચારો પણ છે...