તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Anand District, The Number Of Coronary Infections Has Remained The Same, Today 10 New Cases, The Number Of Active Cases Has Come Down To 186.

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 10 કેસ, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 186 થઈ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 112 દર્દીઓને ઓક્સિજન પર ,10 દર્દીઓ બાયપેય પર અને 8 દર્દી વેન્ટિલેટર પર

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હારી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે.આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતો નો આંકડો 10 એ પહોંચ્યો છે.ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 181 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 186 છે.જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની નબળી કામગીરી સામે આવી છે. જિલ્લામાં 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ નો પ્રારંભ થઈ ગયો હોઇ આજે કુલ 7028 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 10 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યા ને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે.જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે.આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 9447 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9214 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 186 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 56 ની હાલત સ્થિર છે.112 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 10 દર્દીઓ બાયપેય ઉપર અને 8 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.66દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 2 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પિટલમાં, 8 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 181 દર્દીઓ સારવાર હેઠળ છે.5 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...