તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે 25 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 458 થઈ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લામાં 134 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા
  • આજે 2393 નાગરિકોનું રસીકરણ કરાયું

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હાંફી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે.આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતો નો આંકડો 25 એ પહોંચ્યો છે.ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 498 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ ઘટી રહ્યા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 458 છે.જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની નબળી કામગીરી સામે આવી છે.આજે જિલ્લામાં માત્ર 2393 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 25 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યા ને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે.જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે.આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 9338 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 8834 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 46 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 498 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 182 ની હાલત સ્થિર છે.252 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 14 દર્દીઓ બાયપેય ઉપર અને 10 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.214દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 18 અંજલિમાં, 20 આણંદની જનરલ હોસ્પિટલમાં, 26 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 435 દર્દીઓ સારવાર હેઠળ છે.23 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...