તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 19 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગઈકાલનો કુલ આંકડો 3213 થી વધી 3232 સુધી પહોંચ્યો છે. જેમાંથી 3015 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે. જોકે વેક્સિનેશનની કામગીરી પણ આણંદ જિલ્લામાં ખૂબ જોરશોરથી થઈ રહી છે.
આણંદ જિલ્લામાં હાલ 200 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 177 ની હાલત સ્થિર છે. જ્યારે 19 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 1 દર્દી વેન્ટિલેટર ઉપર છે.95 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 7 અંજલિમાં, 5 ણંદની જનરલ હોસ્પીટલમાં, 10 સિવિલ હોસ્પીટલ પેટલાદમાં અને 10 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 73 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન પ્રોગ્રામને વધુ અસરકારક રીતે છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા 220 થી વધુ સ્થળો નિશ્ચિત કરી કામગીરી થઈ રહી છે. મહત્વનું છે કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દૈનિક 12,000 થી વધુ નાગરિકોને વેક્સિનેટ કરાઈ રહ્યાં છે.
આણંદ જિલ્લાના આણંદ, કરમસદ અને વિદ્યાનગરમાં આજથી રાત્રિ કફર્યૂ
રાજ્ય સરકારના નિર્ણય ને પગલે આણંદમાં રાત્રી કરફ્યુ જાહેર કરાયો હતી જોકે આણંદ સાથે કરમસદ અને વિદ્યાનગર પણ જાહેર બાગ બગીચા ,વ્યાપારી સંકુલ અને હોટલ રેસ્ટોરન્ટ સહિત ની જાહેર જગાઓ ઉપર આણંદ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રી દરમ્યાન બજાર ખુલ્લું રાખવા પાબંદી જાહેર કરાઈ હતી.રાત્રી થતા દુકાનો બંધ કરવા વેઠ અને આળસ કરતા વ્યાપારીઓને પોલીસે કડકાઈ રાખી ઝડપ કરાવી હતી. જોકે 8:30 થી 9:00 કલાક સુધીમાં લગભગ સંપૂર્ણ બજારો અને જાહેર માર્ગો સુમસામ થવા લાગ્યા હતા.
મહત્વનું છે કે આણંદ, કરમસદ,વિદ્યાનગર માં રાત્રી કરફ્યુની અમલવારી એક વર્ષ પહેલાંની કોરોના સ્થિતિ ની કાળી યાદ અપાવી રહી છે.વધતા જતા કોરોના સંક્રમણ ને લઈ બુધવારથી આણંદ, કરમસદ,વિદ્યાનગરમાં રાત્રી કરર્ફ્યૂનો ચુસ્ત અમલ શરૂ થયો છે. પ્રજાજનોએ રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી આ કરર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. બુધવારે રાત્રીના બરાબર 8 ના ટકોરે પોલીસે પેટ્રોલીંગ શરૂ કરી શહેરના ખુલ્લા બજારો અને દુકાનો બંધ કરાવ્યા હતા. તો અમુક જગ્યાએ લોકોએ સ્વેચ્છાએ ધંધા રોજગાર 7:30 થી જ વ્યાપાર ધંધા આટોપવાના શરૂ કરી 8 વાગ્યા સુધી ઘરે પહોંચી ચુક્યા હતા.
આણંદ ,વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં રાત્રે દુકાનો શોપિંગમોલ સુમસામ બની રહ્યા છે.પ્રજાની અવરજવર થી મોડી રાત સુધી ધમધમતા ગ્રીડ ચોકડી, ખાઉધરી ગલી,ગણેશ ચોકડી,બોરસદ ચોકડી,રેલવે સ્ટેશન, નવું બસ સ્ટેશન, AV રોડ સહિત ના વિસ્તારો માં સન્નાટો વ્યાપ્યો છે.શહેરમાં મુખ્ય માર્ગો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ફક્ત મેડીકલ સ્ટાફને જ છુટ આપવામાં આવી છે. આ કર્ફ્યૂમાં જીલ્લા વાસીઓને સાથ સહકાર આપવા તંત્રએ ખાસ અપીલ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.