તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 24 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 181 થઈ

આણંદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 73 દર્દીઓ સારવાર હેઠળ

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 24 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગઈકાલનો કુલ આંકડો 3189 થી વધી 3213 સુધી પહોંચ્યો છે. જેમાંથી 3015 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે. જોકે વેક્સિનેશનની કામગીરી પણ આણંદ જિલ્લામાં ખૂબ જોરશોરથી થઈ રહી છે.

આણંદ જિલ્લામાં હાલ 181 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 167 ની હાલત સ્થિર છે. જ્યારે 14 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 79 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 7 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પીટલમાં, 7 સિવિલ હોસ્પીટલ પેટલાદમાં અને 10 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 73 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન પ્રોગ્રામને વધુ અસરકારક રીતે છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા 220 થી વધુ સ્થળો નિશ્ચિત કરી કામગીરી થઈ રહી છે. મહત્વનું છે કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દૈનિક 12,000 થી વધુ નાગરિકોને વેક્સિનેટ કરાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો